હરિદ્વારથી અયોધ્યા ગુજરાતી શ્રદ્ધાળુઓની બસનો નડ્યો ગમખ્વાર અકસ્માત

બસ અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને સૈફઈ મેડિકલ કોલેજ, ફિરોજાબાદ જિલ્લાની હોસ્પિટલ અને શિકોહાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં 2 લોકોની હાલત ગંભીર

author-image
By Connect Gujarat Desk
New Update
Surendranagar Limbadi Accident
Advertisment

હરિદ્વારથી અયોધ્યા ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.આગરા-લખનઉ એક્સપ્રેસ હાઇવે પર બસની ટ્રોલી સાથે ટક્કર બાદ ત્રણ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે.જ્યારે 50 જેટલા ગુજરાતીઓને ઇજા પહોંચી છે.જેમાં લોકોની હાલત ગંભીર હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ છે. 

Advertisment

બસ અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને સૈફઈ મેડિકલ કોલેજફિરોજાબાદ જિલ્લાની હોસ્પિટલ અને શિકોહાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.અકસ્માતમાં ભોગ બનેલા ગુજરાતીઓ દાદરા નગર હવેલીના હોવાનું જાણવા મળ્યું છે.

Aksmaat

તેઓ તીર્થયાત્રાએ નીકળ્યા હતા. આ લોકો કાશી વિશ્વનાથ અને અયોધ્યામાં પ્રભુ રામના દર્શન કરી મથુરા વૃંદાવન જઈ રહ્યા હતા. ફિરોજાબાદ જિલ્લામાં આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર માઇલ્સ્ટોન 54 પાસે અકસ્માત સર્જાયો હતો. 

Latest Stories