/connect-gujarat/media/post_banners/4ba390ec2d33f8acac2bb70706ea0b771a900ca15cf8192aa1948b7442fd591c.jpg)
તામિલનાડુના કુન્નુરના જંગલમાં બુધવારે બપોરે લગભગ 12:20 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. ગાઢ જંગલમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયા પછી એમાં આગ લાગી ગઈ હતી. એમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની મધુલિકા સહિત સેનાના 14 ઓફિસર સવાર હતા. રિપોર્ટ્સ મુજબ, અત્યારસુધીમાં 13 મૃતદેહ મળ્યા છે. પરિણામે આ દુર્ઘટનામાં જનરલ બિપિન રાવતનું મોત નીપજયું છે સાથે જ તેમની પત્નીનું પણ નિધન થયું હોવાનું જાણવા મળે છે. દુર્ઘટના પછી લગભગ એક કલાક બાદ આ જાણકારી આપવામાં આવી કે જનરલ રાવતને વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમનું મોત નીપજયું છે જે અંગે વાયુ સેનાએ સત્તાવાર જાહેરાત કરી છે.