સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો,અંધ લોકો પણ બની શકશે ન્યાયાધીશ

ભારતની સુપ્રીમ કોર્ટે સોમવારે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અંધ લોકો પણ ન્યાયાધીશ બની શકે છે. કોર્ટે કહ્યું છે કે અંધ લોકોને પણ ન્યાયિક સેવાઓમાં નિમણૂકનો અધિકાર છે

New Update
supreme-court-

ભારતની સુપ્રીમ કોર્ટે સોમવારે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અંધ લોકો પણ ન્યાયાધીશ બની શકે છે. કોર્ટે કહ્યું છે કે અંધ લોકોને પણ ન્યાયિક સેવાઓમાં નિમણૂકનો અધિકાર છે. આ મામલે પોતાનો ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ પણે કહ્યું છે કે અપંગતાના આધારે કોઈને પણ ન્યાયિક સેવાઓ માંથી બાકાત રાખી શકાય નહીં.આ સાથે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં મધ્યપ્રદેશ ન્યાયિક સેવા નિયમોને પણ રદ કર્યા છે.

Advertisment

જસ્ટિસ જે બી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે આ ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ ન્યાયિક સેવા નિયમોને પણ રદ કર્યા છે જે અંધ લોકોને ન્યાયિક સેવાઓમાં નિમણૂક માટે પસંદગી પ્રક્રિયામાં ભાગ લેતા અટકાવતા હતા. મધ્યપ્રદેશ ન્યાયિક સેવા નિયમોને એક મહિલા દ્વારા કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ખરેખર આ મહિલાનો અંધ પુત્ર ન્યાયતંત્રમાં જોડાવા માંગતો હતો. જેના કારણે મહિલાએ કોર્ટને પત્ર લખ્યો હતો.

Advertisment
Latest Stories