રાહુલ ગાંધી તેમના પિતા રાજીવ ગાંધી કરતાં વધુ સમજદાર છે. બૌદ્ધિક હોવા ઉપરાંત તેઓ વધુ સારા રણનીતિકાર પણ છે. રાજીવ થોડા વધારે મહેનતુ હતા. બંનેનાં DNA સરખાં છે. બંને નેતાઓ આઇડિયા ઓફ ઈન્ડિયાના સંરક્ષક છે.ગાંધી પરિવારના નજીકના અને ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ શિકાગોથી ન્યૂઝ એજન્સી PTIને આપેલા ઈન્ટરવ્યૂમાં આ વાત કહી છે.
પિત્રોડાએ કહ્યું હતું કે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીમાં ફ્યુચર વડાપ્રધાનના તમામ ગુણો છે.કોંગ્રેસનેતાએ કહ્યું, 'હવે રાહુલની ખરેખર જે છબિ છે એ સામે આવી રહી છે. તેમની બે ભારત જોડો યાત્રાએ આમાં ઘણી મદદ કરી. હું આનું શ્રેય રાહુલને આપું છું. તેઓ લાંબા સમય સુધી તેની સામે લડ્યા અને બચી ગયા. જો બીજું કોઈ હોત તો બચી શક્યા ન હોત.