Connect Gujarat
દેશ

પોસ્ટ વિભાગની ખાસ સ્કીમ, પતિ પત્ની કમાય શકે છે હજારો રૂપિયા

પોસ્ટ વિભાગની ખાસ સ્કીમ, પતિ પત્ની કમાય શકે છે હજારો રૂપિયા
X

પોસ્ટ ઓફિસ દ્વારા એક ખાસ સ્કીમ ચલાવવામાં આવે છે, જેના દ્વારા પતિ અને પત્ની બંને મળીને વાર્ષિક 59,400 રૂપિયા કમાઈ શકે છે. આ યોજનાનું નામ પોસ્ટ ઓફિસ મંથલી સેવિંગ સ્કીમ છે, જેના દ્વારા તમે દર મહિને નિશ્ચિત કમાઈ થાય છે. જો મંથલી કમાણીની વાત કરીએ તો તમે આમાં દર મહિને 4950 રૂપિયા કમાઈ શકો છો. તમે આમાં જોઈન્ટ ખાતું પણ ખોલી શકો છો આ સ્કીમમાં જોઈન્ટ ખાતાને કારણે લાભ બમણો થઈ જાય છે.

આ સ્કીમમાં પતિ અને પત્ની સાથે જોડાઈને વાર્ષિક 59,400 રૂપિયા કમાઈ શકે છે. MIS સ્કીમમાં ખોલવામાં આવેલું ખાતું સિંગલ અને જોઇન્ટ બંને રીતે ખોલી શકાય છે. વ્યક્તિગત ખાતું ખોલતી વખતે તમે આ સ્કીમમાં ઓછામાં ઓછા 1,000 અને મહત્તમ 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. પરંતુ જોઈન્ટ ખાતામાં વધુમાં વધુ 9 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકાય છે. આ સ્કીમ રિટાયર્ડ કર્મચારીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ ફાયદાકારક છે.

આ સ્કીમમાં તમને 6.6 ટકાના દરે વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. યોજના હેઠળ તમારી કુલ જમા રકમ પર વાર્ષિક વ્યાજના આધારે વળતરની ગણતરી કરવામાં આવે છે. આમાં તમારું કુલ વળતર વાર્ષિક ધોરણે મળે છે. જેથી તે દરેક મહિના અનુસાર 12 ભાગમાં વહેંચાયેલું છે. તમે દર મહિને તમારા ખાતામાં આ ભાગ ઉપાડી શકો છો. જો તમને મંથલી બેસિસ પર તેની જરૂર નથી તો આ રકમ મૂળ રકમ સાથે ઉમેરીને તેના પર વ્યાજ મળે છે.

Next Story