ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણી અને દીવા શાહ લગ્નગ્રંથીથી જોડાયા

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી અને દિવા શાહ લગ્નગ્રંથિથી જોડાઈ ગયા છે.

New Update
a

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી અને દિવા શાહ લગ્નગ્રંથિથી જોડાઈ ગયા છે.

પિતા ગૌતમ અદાણીએ લગ્નના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જીત અદાણીએ અમદાવાદના અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ શાંતિગ્રામ ખાતે ગુજરાતી પરંપરાઓ અનુસાર હીરા ઉદ્યોગપતિ જૈમિન શાહની પુત્રી દિવા સાથે લગ્ન કર્યા. પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર, લગ્ન એક સાદગીપૂર્ણ પ્રસંગ હતો, જેમાં સામાન્ય ધાર્મિક વિધિઓ અને ત્યારબાદ પરંપરાગત ગુજરાતી સમારોહ યોજાયો હતો જેમાં ફક્ત નજીકના સંબંધીઓ અને મિત્રો જ હાજર રહ્યા હતા.
Advertisment
Advertisment