જમ્મુ કાશ્મીર : રાજૌરીમાં બસ ખાઈમાં ખાબકતા 8 લોકોના મોત, 26 લોકો ઘાયલ...

જમ્મુ ડિવિઝનમાં છેલ્લા ચોવીસ કલાકમાં બીજો મોટો માર્ગ અકસ્માત થયો છે. રાજૌરી જિલ્લામાં થયેલા આ માર્ગ અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

New Update
જમ્મુ કાશ્મીર : રાજૌરીમાં બસ ખાઈમાં ખાબકતા 8 લોકોના મોત, 26 લોકો ઘાયલ...

જમ્મુ ડિવિઝનમાં છેલ્લા ચોવીસ કલાકમાં બીજો મોટો માર્ગ અકસ્માત થયો છે. રાજૌરી જિલ્લામાં થયેલા આ માર્ગ અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મૃત્યુઆંક વધી શકે છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ માર્ગ અકસ્માત રાજૌરી જિલ્લાના માંજાકોટ વિસ્તારમાં સામે આવ્યો છે.

અહીં મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં ખાબકતા તેમાં બેઠેલા 8 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. સેના, પોલીસ અને સ્થાનિક લોકો બચાવ કાર્ય ચાલુ રાખી રહ્યા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. 2 દિવસમાં થયેલા આ 2 માર્ગ અકસ્માતમાં અત્યાર સુધીમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા છે. તમને જણાવી દઈએ કે, બુધવારે પૂંછના સરહદી વિસ્તાર સબજીયામાં એક માર્ગ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હતા, અને 27 લોકો ઘાયલ થયા હતા. છેલ્લા 24 કલાકમાં થયેલા આ મોટા માર્ગ અકસ્માતમાં અત્યાર સુધીમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 52 લોકો ઘાયલ થયા છે.

સૂત્રોએ જણાવ્યું કે, અકસ્માતની માહિતી મળતા જ સેના, પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બચાવ કામગીરી ચાલી રહી છે. ઘટના સ્થળેથી અત્યાર સુધીમાં 8 મૃતદેહો મળી આવ્યા છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવાના પ્રયાસો ચાલુ છે. પોલીસે જણાવ્યું કે, જમ્મુથી આવી રહેલી આ બસ પૂંછ તરફ જઈ રહી હતી, જ્યારે બસ રાજૌરી જિલ્લાના માંજાકોટ વિસ્તારના પહાડી વિસ્તાર ડેરી રેલિઓટ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને બસ સીધી ખીણમાં પડી ગઈ. કેટલાક લોકોએ બસને ખાડામાં પડતી જોઈ. તેણે તરત જ આ અંગે પોલીસને જાણ કરી. માહિતી મળતા જ સેના અને પોલીસ બચાવ માટે, ત્યાં પહોંચી ગયા હતા. તેઓએ ખાઈમાં પડેલી બસમાંથી ઘાયલોને બહાર કાઢ્યા અને મુખ્ય માર્ગ પર લાવ્યા અને નજીકની હોસ્પિટલોમાં પહોંચાડવાનું શરૂ કર્યું. સ્થાનિક નાગરિકે જણાવ્યું કે, બસમાંથી 8 જેટલા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જોકે, ઘાયલોની સંખ્યા લગભગ 26 હોવાનું કહેવાય છે.

Latest Stories