Connect Gujarat
દેશ

જવાદ આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશામાં મચાવશે તોફાન ! તંત્રએ તમામ તૈયારી કરી પૂર્ણ

બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત જવાદ શનિવારે ઉત્તરી આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશામાં ત્રાટકી શકે છે.

જવાદ આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશામાં મચાવશે તોફાન ! તંત્રએ તમામ તૈયારી કરી પૂર્ણ
X

બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત જવાદ શનિવારે ઉત્તરી આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશામાં ત્રાટકી શકે છે. આવી સ્થિતિમાં, નુકસાનના જોખમને ધ્યાનમાં રાખીને સરકારે, નેવી, NDRF અને SDRFની ટીમોને બચાવ કાર્યમાં તૈનાત કરવામાં આવી છે.IMDએ જણાવ્યું હતું કે શુક્રવારે બપોર સુધીમાં જવાદ ચક્રવાતમાં તીવ્ર બન્યો હતો. ચક્રવાતને કારણે, શનિવારે ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ અને તેની નજીકના દક્ષિણ કોસ્ટલ ઓડિશામાં વરસાદની તીવ્રતા વધવાની આશંકા છે આંધ્રપ્રદેશમાં ચક્રવાત જવાદને જોતા ત્રણ જિલ્લામાં NDRFની 11 ટીમો, SDRFની 5 ટીમો, કોસ્ટ ગાર્ડની 6 ટીમો અને મરીન પોલીસની 10 ટીમો તૈનાત કરવામાં આવી છે. વિશાખાપટ્ટનમ, વિઝિયાનાગ્રામ અને શ્રીકાકુલમમાંથી 54,008 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે હવામાન વિભાગે શનિવારે એવી પણ માહિતી આપી છે કે આગામી 12 કલાકમાં ચક્રવાત જવાદ નબળો પડવાની સંભાવના છે. આ દરમિયાન તે ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. ત્યારપછી, તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ ઓડિશાના કિનારા તરફ આગળ વધશે અને 5 ડિસેમ્બરની સાંજ સુધીમાં પુરીની નજીક જશે. તે પછી તે નબળી પડી શકે છે અને ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી શકે છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે ચક્રવાત જવાદ હાલ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં હાજર છે. તે વિશાખાપટ્ટનમથી 230 કિમી દક્ષિણપૂર્વમાં, ગોપાલપુરથી 340 કિમી દક્ષિણે, પુરીથી 410 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને પારાદીપથી 490 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં છે

Next Story