મધ્યપ્રદેશ: ભોપાલની ખાનગી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ સાથે હેવાનોએ હેવાયતની હદ વટાવી,વાંચો શું છે આખો મામલો.?

ભોપાલમાં અજમેર જેવો કાંડ સામે આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓએ 3 છોકરીઓ સાથે બળજબરીથી દુષ્કર્મ કરીને વીડિયો ઉતાર્યો હતો અને પછી તેને આધારે બ્લેકમેલ કરતા હતા

New Update
madhypradesh rape case

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં અજમેર જેવો કાંડ સામે આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓએ 3 છોકરીઓ સાથે બળજબરીથી દુષ્કર્મ કરીને વીડિયો ઉતાર્યો હતો અને પછી તેને આધારે બ્લેકમેલ કરતા રહ્યાં હતા. આ કેસ ભોપાલની રાયસેન રોડ પર આવેલી એક પ્રાઈવેટ કોલેજનો છે. આ ઘટના રાયસેનની એક ખાનગી કોલેજમાં અભ્યાસ કરતી કેટલીક વિદ્યાર્થિનીઓ સાથે બની હતી. આ ઘટનામાં કોલેજના જ કેટલાક વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સંડોવાયેલા છે. આરોપીઓએ છોકરીઓને મિત્રતાના જાળમાં ફસાવી. પછી તેઓએ તેના પર બળાત્કાર ગુજાર્યો .

Advertisment

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક છોકરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે એક સંગઠિત ગેંગ છોકરીઓનો શિકાર કરી રહી હતી. અત્યાર સુધીમાં ત્રણ છોકરીઓએ FIR નોંધાવી છે. બધા આરોપીઓ અન્ય રાજ્યોના રહેવાસી છે. બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બાકીના બે આરોપીઓને પોલીસ શોધી રહી છે. 

Advertisment
Latest Stories