મહારાષ્ટ્ર : અકોલામાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ, કલમ 144 લાગુ

મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના જૂના શહેરમાં શનિવારે રાત્રે 11:30 વાગ્યે સોશિયલ મીડિયા પોસ્ટ પર બે પક્ષો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં બેથી ત્રણ લોકો ઘાયલ થયા હતા.

New Update
મહારાષ્ટ્ર : અકોલામાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ, કલમ 144 લાગુ

મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના જૂના શહેરમાં શનિવારે રાત્રે 11:30 વાગ્યે સોશિયલ મીડિયા પોસ્ટ પર બે પક્ષો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં બેથી ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ પ્રશાસને શહેરમાં કલમ 144 લાગુ કરી દીધી છે. જોકે, અધિકારીઓનું કહેવું છે કે સ્થિતિ કાબૂમાં છે.

એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (ASP) મોનિકા રાઉતે કહ્યું કે હિંસક અથડામણમાં એક વ્યક્તિના મોતની આશંકા છે. હિંસક અથડામણનો એક કથિત વિડિયો સામે આવ્યો છે, જેમાં બે જૂથોના સભ્યો એકબીજા પર પથ્થરમારો કરતા, વાહનોને નુકસાન પહોંચાડતા અને શેરીઓમાં હંગામો મચાવતા જોવા મળે છે. અકોલા જિલ્લા કલેક્ટર નીમા અરોરાએ જણાવ્યું હતું કે હિંસક અથડામણ બાદ શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, હિંસક ટોળાએ કેટલાક વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે નજીવી તકરાર બાદ બનેલી હિંસક ઘટના બાદ જૂના શહેર પોલીસ સ્ટેશન પાસે ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે હિંસક ટોળાએ આ વિસ્તારમાં કેટલાક વાહનોને નિશાન બનાવ્યા હતા. આ પછી પોલીસે બળપ્રયોગ કરીને સ્થિતિને કાબૂમાં લીધી હતી.

Latest Stories