છત્તીસગઢમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી,14 નક્સલવાદીઓ ને કર્યા ઠાર

36 કલાકથી નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં કુલ 14 નક્સલવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ મોટાપ્રમાણમાં હથિયારો પણ જપ્ત કર્યા

New Update
Chattichgadh Naxalite

છત્તીસગઢના ગરિયાબંદમાં છેલ્લા36 કલાકથી નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં કુલ 14 નક્સલવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ મોટાપ્રમાણમાં હથિયારો પણ જપ્ત કર્યા છે.

અથડામણ બાદ હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં ગઈકાલે બે નક્સલવાદીઓના શબ મળ્યા હતા. જેમાં એક મહિલા સામેલ હતી. આજે સવારે વધુ12 નક્સલવાદીઓના શબ જપ્ત કરવામાં આવ્યા છે. અનેક ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કર્યા છે. સૂત્રો અનુસારઓડિશા સ્ટેટના નક્સલી ચીફ કે જેના માથે 1 કરોડનું ઈનામ છે તે જયરામ ઉર્ફ ચલપતી પણ ઠાર થયો છે. સીસીએમ મનોજ અને ગુડ્ડુ પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે.

આ અથડામણમાં એક સુરક્ષાકર્મી ઘાયલ થયો છે. જેને એરલિફ્ટ કરી રાયપુર લાવવામાં આવ્યો છે. આ જોઈન્ટ ઓપરેશન (ઓડિશા-છત્તીસગઢ સુરક્ષાદળ)માં સામેલ લગભગ1 હજાર જવાનો નક્સલવાદીનો ખાતમો બોલાવી રહ્યા છે. ઓડિશા-છત્તીસગઢના સુરક્ષા દળોની કુલ 10 ટીમે નક્સલવાદીઓ વિરુદ્ધ જોઈન્ટ ઓપરેશન હાથ ધર્યું છે. તપાસમાં વધુ નક્સલવાદીઓના શબ મળવાની સંભાવના છે. હાલ જપ્ત કરવામાં આવેલા મૃતદેહોની ઓળખ થઈ રહી છે.