/connect-gujarat/media/media_files/2025/02/28/IPPbtWkh7OZddOhO6wCY.jpeg)
ઉત્તરાખંડના ચમોલીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં માણાગામમાં અચાનક ગ્લેશિયર તૂટી પડતાં ભારે તબાહી મચી છે.જેની લપેટમાં આવતા આશરે 47 જેટલા શ્રમિકો બરફ નીચે દટાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં 57 જેટલા શ્રમિકો દટાયા હતા,પણ 16ને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે અન્યોની શોધખોળ ચાલુ છે.
BREAKING : Glacier Burst in Badrinath Dham, Over 50 Construction Workers Feared Buried Under Snow. Prayers 🙏 pic.twitter.com/dzKN55DsVw
— Baba Banaras™ (@RealBababanaras) February 28, 2025
અકસ્માત સમયે એક ખાનગી કોન્ટ્રાક્ટરના કામદારો મોટી સંખ્યામાં ઘટના સ્થળે કામ કરી રહ્યા હતા. તે બધા BRO કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા કોન્ટ્રાક્ટરના કામદારો હતા. જ્યારે દુર્ઘટના સર્જાઈ, ત્યારે બધા અફરા-તફરીમાં ભાગવા લાગ્યા હતા. તેમાંથી કેટલાક ભાગી જવામાં સફળ રહ્યા, જ્યારે 57 શ્રમિકો બરફમાં દટાયા હતા.