/connect-gujarat/media/media_files/2025/08/10/pm-modi-2025-08-10-15-26-54.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બેંગલુરુ પહોંચ્યા, જ્યાં તેમણે શહેરની કનેક્ટિવિટીને મજબૂત બનાવતા અનેક મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ એક જાહેર સભાને પણ સંબોધિત કરી. પીએમ મોદીએ અહીંથી ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો. ઉપરાંત, તેમણે બેંગલુરુમાં 'નેક્સ્ટ-જનરલ મોબિલિટી ફોર અ નેક્સ્ટ-જનરલ સિટી' કાર્યક્રમમાં કન્નડમાં થોડી પંક્તિઓ બોલીને પોતાના ભાષણની શરૂઆત કરી.
પીએમ મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂરની સફળતા પછી તેઓ પહેલીવાર બેંગલુરુ આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું, 'ઓપરેશન સિંદૂરની સફળતા આપણા ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રમાં 'મેક ઇન ઇન્ડિયા'ની શક્તિને કારણે છે. બેંગલુરુ અને કર્ણાટકના યુવાનોએ આમાં ઘણું યોગદાન આપ્યું છે.'
પીએમ મોદીએ કહ્યું, 'ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાની સફળતા, સરહદ પાર અનેક કિલોમીટર દૂર આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવાની અમારી ક્ષમતા અને આતંકવાદના બચાવમાં આવેલા પાકિસ્તાનને થોડા કલાકોમાં ઘૂંટણિયે પડવા માટે મજબૂર કરવાની અમારી ક્ષમતા જોવા મળી. આખી દુનિયાએ આ નવા ભારતનો ચહેરો જોયો છે.’
પીએમ મોદીએ કહ્યું, ‘આપણે બેંગલુરુને એક એવા શહેર તરીકે ઉભરતું જોઈ રહ્યા છીએ જે નવા ભારતના ઉદયનું પ્રતીક બની ગયું છે. એક એવું શહેર જેણે વૈશ્વિક IT નકશા પર ભારતનો ધ્વજ લહેરાવ્યો છે. જો બેંગલુરુની સફળતા પાછળ કંઈ હોય તો તે તેના લોકોની મહેનત અને પ્રતિભા છે.’
પીએમ મોદીએ15,610 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બેંગલુરુ મેટ્રો ફેઝ-૩ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટની કુલ લંબાઈ 44 કિમીથી વધુ હશે અને તેમાં 31 એલિવેટેડ સ્ટેશન હશે.