મોદી કેબિનેટે વન નેશન-વન ઇલેક્શન બિલને આપી મંજૂરી, હવે સંસદમાં રજૂ થઈ શકે છે બિલ

એક દેશ એક ચૂંટણી બિલને ગુરુવારે મોદી સરકારે કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ હવે સરકાર આ બિલને સદનના પટલ પર રજૂ કરી શકે છે. હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલે છે.

New Update
One Nation One Election

દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા માટે એક દેશ એક ચૂંટણી બિલને મોદી સરકારે કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દીધી છે.સૂત્રોના જણાવ્યા મુજબ આ બિલ જલદી સંસદમાં રજૂ થઈ શકે છે.  

એક દેશ એક ચૂંટણી બિલને ગુરુવારે મોદી સરકારે કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ હવે સરકાર આ બિલને સદનના પટલ પર રજૂ કરી શકે છે. હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલે છે. આવતા અઠવાડિયે આ બિલ સંસદમાં રજૂ થાય તેવી શક્યતા છે.  

સૌથી પહેલા જેપીસીની કમિટી બનાવવામાં આવશે અને તમામ પક્ષોના સૂચનો મંગાવવામાં આવશે. અંતમાં આ બિલ સંસદમાં રજૂ કરાશે અને તેને પાસ કરાવવામાં આવશે.આ અગાઉ રામનાથ કોવિંદ કમિટીએ સરકારને દેશમાં એક દેશ એક ચૂંટણી સંલગ્ન પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો.  

 દેશમાં હાલ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમયે ચૂંટણી થાય છે. આ બિલ પાસ થયા બાદ જ્યારે કાયદાનું સ્વરૂપ લેશે ત્યાર પછી દેશમાં એક સાથે ચૂંટણી યોજવાની તૈયારી કરવામાં આવશે. 

Latest Stories