છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓએ મોટો હુમલો કર્યો છે.જેમાં IED બ્લાસ્ટમાં નવ જવાનો શહીદ થયા છે.જ્યારે અન્ય આઠ ગંભીર રૂપે ઈજાગ્રસ્ત છે.નક્સલવાદીઓએ કુટરૂ માર્ગમાં સુરક્ષાદળના વાહનને ટાર્ગેટ બનાવ્યું હતુ.
સુરક્ષાદળો નક્સલ પ્રભાવિત વિસ્તારો દંતેવાડા, નારાયણપુર અને બીજાપુરમાં નક્સલીઓ વિરુદ્ધ ઓપરેશન પતાવી પરત ફરી રહ્યા હતા.બપોરે 2.15 વાગ્યે કુટરૂ પોલીસ સ્ટેશનના અંબેલી ગામ નજીક નક્સલીઓએ IED બ્લાસ્ટ કરી સુરક્ષાદળનું વાહન ઉડાવી દીધું હતું.
સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ નક્સલવાદીઓએ બીજાપુરમાં IED બ્લાસ્ટમાં આઠ DRG જવાન અને એક ડ્રાઈવર સહિત નવ જવાન શહીદ થયા છે.છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી અથડામણ ચાલી રહી છે.જ્યારે ગઈકાલે અબૂઝમાડ ક્ષેત્રમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ચાર નક્સલવાદીઓ ઠાર થયા હતા.આ અથડામણમાં સુરક્ષા દળોએ એકે-47 અને એસએલઆર સહિત ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કર્યા હતા.