Connect Gujarat
દેશ

હવે આવશે વેક્સિનનો બુસ્ટર ડોઝ: કોરોના રસીના બન્ને ડોઝ લીધા હશે તેઓને આપવાની તૈયારી !

હવે આવશે વેક્સિનનો બુસ્ટર ડોઝ: કોરોના રસીના બન્ને ડોઝ લીધા હશે તેઓને આપવાની તૈયારી !
X

કોરોનાની બીજી લહેર શાંત તો પડી ગઈ છે. પરંતુ હજુ પણ લોકોમાં ત્રીજી લહેરને લઈને ભયનો માહોલ ફેલાયેલો છે. કોરોનાની બીજી લહેરમાં લોકોએ જે પરિસ્થિતી જોઈ હતી તે અત્યંત ભયજનક સાબિત થઈ હતી. જોકે હાલ તો ગુજરાતમાં મોટો ભાગના લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે. પરંતુ અમદાવાદાના લોકોને કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવી શકે છે. તેવી માહિતી સૂત્રો દ્વારા સામે આવી છે. આપને જણાવી દઈએ કે દિવાલી પછી અમદાવાદીઓને બૂસ્ટર ડોઝ આપવામાં આવી છે.

કોરોના સામેની લડત વધું મજબૂત કરવા માટે આ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે તેઓ સુરક્ષીત કહી શકાય પરંતુ બૂસ્ટર ડોઝ પણ એજ લોકોને મળશે જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં મોટા ભાગના લોકોને વેક્સિનનો 1 ડોઝ તો મળી ચુક્યો છે. ત્યારે જે લોકોને અમદાવાદમાં બે ડોઝ લીધા છે. તે લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી શકે છે. ઊલ્લેખનીય છે કે સૂત્ર દ્વારા પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે જેમણે વેક્સિનના બંને ડોઝ લીધા છે. તે લોકોને 9 મહિવા બાદ ત્રીજો ડોઝ આપવામાં આવશે તેવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે. જેમા સૌથી પહેલા હેલ્થ વર્કર, ફ્રંટલાઈન વર્કર અને સિનિયર સિટિઝનને પ્રાથમિકતા આપવામાં આવી શકે છે.

Next Story