નવસારી : પૂર્ણા નદી 26 ફૂટની સપાટીએ પહોંચતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી,550થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર

નવસારી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીનું જળસ્તર ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર પહોંચી ગયું હતું. પૂર્ણા નદી 26 ફૂટની સપાટીએ વહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

New Update
  • નવસારીમાં પૂર્ણા નદી બે કાંઠે થઈ વહેતી

  • જળસપાટી 26 ફૂટે પહોંચતા સર્જાય પૂરની સ્થિતિ

  • નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પૂરના પાણી

  • 550થી વધુ અસરગ્રસ્ત લોકોનું કરાયુ સ્થળાંતર

  • ખેતરમાં ફસાયેલા 8 મજૂરોનું NDRF દ્વારા કરાયું રેસ્ક્યુ

નવસારી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીનું જળસ્તર ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર પહોંચી ગયું હતું. પૂર્ણા નદી 26 ફૂટની સપાટીએ વહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પરંતુ ધીમે ધીમે આ પાણી ઓસરતા ભયજનક સપાટી 23 પર આવી ગયું છે. આ દરમિયાન લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે કારણે 550થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે.નદીના જળસ્તર ભયજનક સપાટી વટાવીને 26 ફૂટ સુધી પહોંચી ગયા હતા,જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં નદીના તોફાની પાણી પ્રવેશ્યા હતા,અને વહીવટી તંત્ર દ્વારા પણ ત્વરિત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી,જેમાં 550થી વધુ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું.પૂર્ણા નદીના પાણી મોડી રાત્રે સ્થિર રહ્યા બાદ પાણીનું સ્તર ઘટવાનું શરૂ થયું હતું. સવારે પૂર્ણા નદીની જળસપાટી 23 ફૂટે નોંધાઈ હતી.નદીમાં પાણીનું સ્તર ધીમે ધીમે ઘટતા અસરગ્રસ્તો અને તંત્રને રાહત થઈ છે.

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો જેવા કે શાંતાદેવી વિસ્તારમાં પૂરના પાણી ઓસરી ગયા બાદ તાત્કાલિક ધોરણે સફાઈની કામગીરીમાં આવી હતી.

નવસારી શહેરમાં પૂર્ણા નદીના પૂરમાં નીચાણવાળા પૂરગ્રસ્ત વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લા કલેકટર શ્રીપ્રા આગરે અને મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીએ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને રેસ્ક્યુ ટીમને જરૂરી સૂચનો આપ્યા હતા.

આ ઉપરાંત નવસારીના વાંસદા તાલુકાના મોટી ભમતી ગામે કાવેરી નદી કિનારે ખેતરમાં કામ કરતા 8 મજૂરો નદીમાં પાણી વધતા ફસાયા હતા,તમામ મજૂરોને NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળ પર લઇ જવામાં આવ્યા હતા.મજૂરો સુરક્ષિત રીતે બહાર આવતા NDRF ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Latest Stories