ઓમર અબ્દુલ્લા જમ્મુ કશ્મીરના નવા CM બનશે, ધારાસભ્ય દળની બેઠકમાં લેવાનો નિર્ણય !

જમ્મુ અને કાશ્મીરમાં નવી સરકાર બનાવવા માટે ગુરુવારે (10 ઓક્ટોબર) ધારાસભ્ય દળની બેઠક મળી હતી. બેઠકમાં નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા

New Update
jammu dm

જમ્મુ અને કાશ્મીરમાં નવી સરકાર બનાવવા માટે ગુરુવારે (10 ઓક્ટોબર) ધારાસભ્ય દળની બેઠક મળી હતી. બેઠકમાં નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ઓમર જમ્મુ-કાશ્મીરના નવા CM બનશે.જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં નવી સરકાર બનવા જઈ રહી છે. INDIA ગઠબંધનનું 3 સભ્યોનું પ્રતિનિધિમંડળ શુક્રવારે એલજી મનોજ સિન્હાને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

શપથગ્રહણ સમારોહ 13 અથવા 14 ઓક્ટોબરે યોજાય તેવી શક્યતા છે.ઓમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બનશે. જો કે રાજ્ય સરકારમાં કોઈ ડેપ્યુટી સીએમ નહીં હોય. નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડનાર કોંગ્રેસને ડેપ્યુટી સ્પીકરનું પદ મળી શકે છે.કોંગ્રેસ તરફથી ડુર્રુ સીટના ધારાસભ્ય જીએ મીર અથવા રાજ્ય અધ્યક્ષ અને સેન્ટ્રલ શાલટેંગના ધારાસભ્ય તારિક હામીદ કર્રાને કેબિનેટ મંત્રીનો દરજ્જો મળી શકે છે.જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં INDIA ગઠબંધનને 49 બેઠકો મળી હતી. ગઠબંધનમાં સામેલ નેશનલ કોન્ફરન્સને સૌથી વધુ 42, કોંગ્રેસને 6 અને CPI(M)ને એક સીટ મળી હતી. બહુમતીનો આંકડો 46 છે.

Latest Stories