દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતનો 125મો એપિસોડ દેશવાસીઓ સાથે શેર કર્યો હતો.આ સંબોધન એવામાં આવ્યું છે જ્યારે દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફની સમસ્યાનો સામનો કરી રહ્યો છે અને ચોમાસાની ઋતુએ કુદરતી આફતોનો ભયંકર ચહેરો બતાવ્યો છે.

PM મોદીએ શરૂઆતમાં પૂર અને ભૂસ્ખલન જેવી કુદરતી આપત્તિઓને યાદ કરતા દુઃખ વ્યક્ત કર્યું હતું.  તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં દેશના અનેક વિસ્તારોમાં ઘર ધોવાઈ ગયાખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયાપુલ અને રસ્તાઓ તૂટી પડ્યાઅનેક પરિવારો બરબાદ થઈ ગયા અને નિર્દોષ લોકોના જીવ પણ ગયા છે. તેમણે કહ્યું કે જે પરિવારોને પોતાના પ્રિયજનો ગુમાવવાનો આઘાત લાગ્યો છેતે બધાનું દુઃખ સમગ્ર દેશનું દુઃખ છે.

આ કપરા સમયમાં દેશની NDRF, SDRF, સ્થાનિક એજન્સીઓ અને સેનાના કાર્યોની તેમણે પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે મુશ્કેલીની ઘડીમાં સ્થાનિક લોકોસામાજિક કાર્યકરોડોકટરો અને વહીવટીતંત્રે માનવતા ઉપર રાખીને સતત સહાયતા પૂરી પાડી છે. પીએમ મોદીએ સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

આપત્તિના સમાચાર વચ્ચે મોદીએ જમ્મુ અને કાશ્મીરની બે અનોખી સિદ્ધિઓ પર ખુશી વ્યક્ત કરી હતી. પ્રથમ ઘટના પુલવામામાં જોવા મળીજ્યાં એક સ્ટેડિયમમાં રેકોર્ડ સંખ્યામાં લોકો એકત્ર થયા અને પહેલી વખત ડે-નાઈટ ક્રિકેટ મેચ રમાઈ.રોયલ પ્રીમિયર લીગનો ભાગ રહેલી આ મેચમાં હજારો યુવાનો રાત્રે ક્રિકેટનો આનંદ માણતા જોવા મળ્યા.

બીજી ઘટના શ્રીનગરના પ્રસિદ્ધ દાલ લેક ખાતે યોજાયેલ દેશના પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલની હતી. આ ઉત્સવમાં સમગ્ર ભારતમાંથી 800થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. PM મોદીએ જણાવ્યું કે આવા સુંદર સ્થળ પર વોટર સ્પોર્ટ્સનું આયોજન કરવું ખરેખર વિશેષ વાત છે અને આ પગલાં જમ્મુ-કાશ્મીરમાં ખેલોને વધુ લોકપ્રિય બનાવશે.

PM મોદીએ પ્રતિભા સેતુ પોર્ટલનો પણ ઉલ્લેખ કર્યો હતો.આ પોર્ટલ એવા હજારો ઉમેદવારો માટે છે જેમણે UPSC કે અન્ય મોટી પરીક્ષાના બધા તબક્કા પાસ કર્યા હતાપરંતુ ખૂબ ઓછા માર્જિનથી અંતિમ યાદીમાં સ્થાન મેળવી શક્યા નહોતા. આવા યુવાનો ખૂબ જ સક્ષમ હોવા છતાં નોકરીની તક ગુમાવી દેતા હતા. હવે પ્રતિભા સેતુ’ દ્વારા ખાનગી કંપનીઓ આ ઉમેદવારોની માહિતી મેળવી શકે છે અને તેમને યોગ્ય રોજગાર આપી શકે છે. અત્યાર સુધી આ પોર્ટલની મદદથી સેંકડો ઉમેદવારોને તરત જ નોકરી મળી છે અને હજારો યુવાનોનો ડેટાબેંક અહીં ઉપલબ્ધ છે. આ પહેલથી એવા વિદ્યાર્થીઓને નવું આત્મવિશ્વાસ મળી રહ્યું છેજે થોડા પગથિયા દૂર રહી ગયા હતા.