વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે ગુરુવારે રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપવા માટે રાજ્યસભા પહોંચ્યા હતા. મોદીનું ભાષણ શરૂ થાય એ પહેલાં જ વિપક્ષના સાંસદોએ હોબાળો શરૂ કર્યો હતો. તેમના પર PMએ કહ્યું- ગૃહમાં જે પણ થાય છે, દેશ તેને ગંભીરતાથી સાંભળે છે અને ગંભીરતાથી લે છે. પરંતુ આ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકોના શબ્દો માત્ર ગૃહને જ નહીં પરંતુ દેશને પણ નિરાશ કરનારા છે.PMએ કહ્યું- મને સમજાતું નથી કે તેમની પેઢીના કોઆ વ્યક્તિ નેહરુ સરનેમ રાખવાથી કેમ ડરે છે. નેહરુ અટક રાખવાની શરમજનક વાત છે.
આવી મહાન વ્યક્તિ તમને અને તમારા પરિવારને સ્વીકાર્ય નથી અને તમે અમારો હિસાબ માગો છો.મોદીએ સંબોધન કરતા કહ્યું- હું આ પ્રકારની પ્રવૃ્ત્તિના સભ્યોને કહીશ કે તેમની પાસે કાદવ હતો, મારી પાસે ગુલાબ હતું. જેની પાસે જે પણ હતું, તેમણે તેને ઉછાળ્યું. તમે જેટલો કાદવ ફેંકશો તેટલું જ વધુ ને વધુ કમળ ખીલશે. કમળને ખીલવવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ તમારું જે પણ યોગદાન છે, તેમા માટે હું તમારો આભાર માનું છું. મોદીએ કહ્યું- ગઈકાલે વિપક્ષના ખડગેજીએ કહ્યું કે 60 વર્ષમાં તેમણે મજબૂત પાયો નાખ્યો. તેમની ફરિયાદ હતી કે અમે પાયો નાખ્યો છે અને તેનો શ્રેય મોદી લઈ રહ્યા છે.2014માં જ્યારે મેં વસ્તુઓને નજીકથી જોવાની કોશિશ કરી તો જણાયું કે 60 વર્ષથી કોંગ્રેસ પરિવારે ખાડા જ ખાડા કર્યા છે. તેમનો ઈરાદો સારો નહોતો, પણ ખાડા કર્યા હતા.6-6 દાયકા વેડફી દીધા હતા, તે સમયે વિશ્વના નાના દેશો પણ સફળતાના શિખરોને સ્પર્શી રહ્યા હતા.