કાશ્મીરમાં પહલગામ હુમલાના આતંકવાદીઓના પોસ્ટર જાહેર, જાણકારી આપનાર માટે રૂપિયા 20 લાખનું ઈનામ

બૈસરન ખીણમાં આતંકી હુમલામાં નિર્દોષ 26 લોકોના જીવ લેનારા આતંકવાદીઓ 20 દિવસ બાદ પણ પકડાયા નથી. તેમની ધરપકડ કરવા પોલીસે અને સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓના પોસ્ટર જાહેર કર્યા

New Update
Posters of terrorists involved in Pahalgam attack released

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં  બૈસરન ખીણમાં આતંકી હુમલામાં નિર્દોષ26લોકોના જીવ લેનારા આતંકવાદીઓ20દિવસ બાદ પણ પકડાયા નથી. તેમની ધરપકડ કરવા પોલીસે અને સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓના પોસ્ટર જાહેર કર્યા છે. તેમજ તેની બાતમી આપનારા માટે રૂ.20લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળોની ટીમે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરી હુમલાખોર આતંકવાદીઓની ધરપકડ કરવાની આકરી કવાયત હાથ ધરી છે. તેમ છતાં તેઓ હજુ સુધી પકડ્યા નથી.

પહેલગામમાં22એપ્રિલે આતંકવાદીઓએ બૈસરન ખીણમાં પર્યટકો પર અંધાધૂંધ ગોળીબાર કરી ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં26નિર્દોષની તેમના જ પરિવારની સામે હત્યા કરી હતી. આ ઘટનાથી ભારત સહિત વિશ્વમાં ખળભળાટ મચ્યો હતો. આતંકવાદને વર્ષોથી પોષનારું અને સમર્થક પાકિસ્તાનની ભારે ટીકાઓ થઈ હતી. ભારતીય સેનાની ત્રણેય પાંખોએ આ હુમલાનો બદલો લેવા ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. જેમાં પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદીઓના નવ ઠેકાણા નષ્ટ કર્યા હતા. જેમાં100જેટલા આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો હતો.