વડાપ્રધાન મોદીએ કરી દેશવાસીઓ સાથે "મન કી બાત"

મેડ ઈન ઈન્ડિયાનો ઉલ્લેખ કરતા PM મોદીએ કહ્યું કે, ભારત એનિમેશનની દુનિયામાં નવી ક્રાંતિ લાવ્યો છે. તેમણે એનિમેટેડ સિરિયલોનો ઉલ્લેખ કરતા કહ્યું, કે, દેશમાં ક્રિએટિવિટીની લહેર ચાલી રહી છે.

mann-ki-baat-
New Update

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 115મી વખત 'મન કી બાત' કરી છે.PM મોદીએ મન કી બાત કાર્યક્રમના 115મા એપિસોડમાં પોતાના જીવનની મહત્વપૂર્ણ ક્ષણોને યાદ કરી હતી.PM મોદીએ કહ્યું કે, મને બિરસા મુંડાના જન્મસ્થળની મુલાકાત લેવાની તક મળી જે મારા માટે ખાસ હતી. તેમણે કહ્યું કે બે મહાપુરુષોની 150મી જન્મજયંતિ આવી રહી છે. જો કે, આ વખતે PM મોદીએ 'મન કી બાત'માં છોટા ભીમ અને મોટુ પતલુ જેવા લોકપ્રિય કાર્ટૂનનો ઉલ્લેખ કરી બધાને ચોંકાવી દીધા હતા.

મેડ ઈન ઈન્ડિયાનો ઉલ્લેખ કરતા PM મોદીએ કહ્યું કે, ભારત એનિમેશનની દુનિયામાં નવી ક્રાંતિ લાવ્યો છે. તેમણે એનિમેટેડ સિરિયલોનો ઉલ્લેખ કરતા કહ્યું, કે, દેશમાં ક્રિએટિવિટીની લહેર ચાલી રહી છે.

જ્યારે છોટા ભીમ ટીવી પર આવતું હતું, ત્યારે બાળકો કેટલા ખુશ રહેતા હતા. અમારી અન્ય એનિમેટેડ સિરિયલો મોટુ પતલુ, હનુમાન વિશ્વભરમાં પ્રચલિત છે. ભારતનું એનિમેશન વિશ્વભરમાં લોકપ્રિય છે. કાલે 'વર્લ્ડ એનિમેશન ડે' મનાવવામાં આવશે.આવો ભારતને મજબૂત કરીએ. 

મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરતા PM મોદીએ આગળ કહ્યું કે, પર્યટન સ્થળોનું વર્ચ્યુઅલ ટૂર લોકોના મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન કરવાનું માધ્યમ બની ગયું છે. આજે આ સેક્ટરમાં એનિમેટર્સની સાથે જ સ્ટોરી ટેલર્સ, લેખકો, વોઈસ-ઓવર એક્સપર્ટ, મ્યુઝિશિયન, ગેમ ડેવલપર્સ, વીઆર અને એઆર એક્સપર્ટની માંગ પણ સતત વધી રહી છે.

આ જ કારણોસર હું ભારતના યુવાનો કહીશ કે, તમે પોતાની ક્રિએટિવિટીને વિસ્તાર આપો.શું ખબર વિશ્વનું આગામી સુપરહિટ એનિમેશન કદાચ તમારા કમ્પ્યુટર માંથી પણ નીકળી શકે છે.

#Narendra Modi #Mann Ki Baat #Modi Ki Mann Ki Baat #Narendra Modi Ki Mann Ki Baat #મન કી બાત #Mann Ki Baat program
Here are a few more articles:
Read the Next Article