/connect-gujarat/media/media_files/2025/04/03/VcoTjNiNwxUOV65pFOkC.jpeg)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે થાઇલેન્ડ પહોંચ્યા છે.
રાજધાની બેંગકોક પહોંચ્યા પછી તેઓ એરપોર્ટ પર ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા.ત્યારબાદ થાઈ રામાયણનું પ્રદર્શન જોયું હતું.ત્યારબાદ પીએમ મોદી થાઇલેન્ડના પીએમ પેટોંગટાર્ન શિનાવાત્રા સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી.આ સમય દરમિયાન બંને દેશોએ વેપાર સંબંધો પર ચર્ચા કરી હતી. મુલાકાતના બીજા દિવસે પીએમ મોદી BIMSTEC પરિષદમાં ભાગ લેશે. આ પરિષદ પછી, તેઓ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા યુનુસ ખાનને પણ મળી શકે છે.
બંને દેશો વચ્ચેની વાતચીતનો એજન્ડા રાજકીય, આર્થિક અને વાણિજ્યિક, સંરક્ષણ, કનેક્ટિવિટી અને સુરક્ષા રહેશે. આ ઉપરાંત, મ્યાનમારમાં નોકરીના નામે છેતરપિંડીની પ્રવૃત્તિઓમાં સામેલ લોકોનો મુદ્દો પણ બંને દેશો વચ્ચે ઉઠાવવામાં આવી શકે છે.