વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી "મન કી બાત", કાર્યક્રમના શ્રોતા જ અસલ સૂત્રધાર છે

વડાપ્રધાન મોદી દ્વારા 'મન કી બાત' કાર્યક્રમ થકી દેશ વાસીઓને સંબોધિત કરવામાં આવ્યા હતા.114માં એપિસોડમાં PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે આ કાર્યક્રમના શ્રોતા જ તેના અસલ સૂત્રધાર છે.

New Update
a

વડાપ્રધાન મોદી દ્વારા 'મન કી બાતકાર્યક્રમ થકી દેશ વાસીઓને સંબોધિત કરવામાં આવ્યા હતા.114માં એપિસોડમાં PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે આ કાર્યક્રમના શ્રોતા જ તેના અસલ સૂત્રધાર છે.

સામાન્ય રીતે એવી ધારણા કરવામાં આવે છે કેજ્યાં સુધી ચટપટી અને નકારાત્મક વાત ન હોય ત્યાં સુધી કોઈ મહત્વ નથી આપતું.પરંતુ મન કી બાતે સાબિત કર્યું કેલોકોને પોઝિટીવ વાત પણ પસંદ આવે છે. મન કી બાત મારા માટે ઈશ્વરના મંદિરે જઈને દર્શન કરવા સમાન છે.મન કી બાતને ઘરે ઘરે પહોંચાડનાર લોકોનો આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું.

PM મોદીએ કહ્યું કે, 'મન કી બાત'ની આપણી આ યાત્રાને 10 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. 10 વર્ષ પહેલાં 3 ઓક્ટોબરે વિજયાદશમીના દિવસે મન કી બાત'નો પ્રારંભ થયો હતો અને કેટલો પવિત્ર સંયોગ છે કેઆ વર્ષે 3 ઓક્ટોબરે જ્યારે 'મન કી બાતને 10 વર્ષ પૂરા થશેત્યારે નવરાત્રીનો  પહેલો દિવસ હશે.આ ઉપરાંત PM મોદીએ જણાવ્યુ હતું કે મન કી બાતનો કાર્યક્રમ 22 ભાષા અને 12 વિદેશી ભાષામાં પણ સાંભળી શકાય છે.વધુમાં જળ સંરક્ષણ,સ્વચ્છતા અભિયાન,એક વૃક્ષ માતા કે નામ અભિયાન અને વિવિધ ભાષાઓ વિશે વાત કરી હતી.  

Latest Stories