રાહુલ ગાંધીએ સરકાર પર સાધ્યું નિશાન,આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોને સહાય આપવાની કરી માંગ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંસદમાં ખેડૂતો મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાનો સાધતાં કહ્યું કે, કૃષિ આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનોએ આર્થિક સહાય આપવામાં આવે.

New Update

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંસદમાં ખેડૂતો મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાનો સાધતાં કહ્યું કે, કૃષિ આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનોએ આર્થિક સહાય આપવામાં આવે. રાહુલ ગાંધીએ કહ્યું કે, તમારી સરકારે એવું કહી રહી છે. કોઈ પણ ખેડૂતોના મોત નીપજ્યાં નથી. અથવા આપની પાસે ખેડૂતોના નામ નથી. તેથી હું તમને આ ડેટા આપવા માંગુ છું.જેથી તે ખેડૂતોને તેમનો હક્ક મળે જે ખેડૂત આંદોલનમાં મૃત્યુ નિપજ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું ખેડૂત આંદોલનમાં 700 ખેડૂતોનું મૃત્યુ નીપજ્યું છે. પીએમ મોદીએ દેશ અને ખેડૂતોની માફી માંગવી જોઈએ અને પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ. પરંતુ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને જ્યારે પુછવામાં આવ્યું કે, આંદોલનમાં કેટલા ખેડૂતોનું મોત નીપજ્યું છે. તો તેમણે કહ્યું આવા કોઈ માહિતી નથી. રાહુલગાંધીએ કહ્યું કે, પંજાબ સરકારે 400 ખેડૂત પરિવારનો 5 લાખ રૂપિયાની આર્થિક સહાય કરી છે. 152 ખેડૂતોના પરિજનોને રોજગાર આપ્યો છે.હરિયાણાના 70 ખેડૂતોની આ સમયગાળા દરમિયાન મોત નીપજ્યું હતું. તે રિપોર્ટ પણ આપીશ, રાહુલ ગાંધીએ કહ્યું કે, હું ચાહું છું કે, જે ખેડૂતોનો હક્ક છે. તે તેમને મળીને રહે

Advertisment