/connect-gujarat/media/media_files/2024/11/01/0eNDqx98T0hVnhrNlyot.jpg)
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમના ઘરે કલર કામ કરીને શ્રમિકો સાથે હળવી પળો વિતાવી હતી.અને દીવા બનાવતા કુંભાર સાથે પણ માટીના દીવા બનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો,આ અંગે તેઓએ પોતાના સોશિયલ મીડિયા ચેનલ પર ફોટો અને વિડીયો શેર કર્યા હતા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે તેમની બહેન પ્રિયંકાનો દીકરો રેહાન જોવા મળ્યો હતો.જ્યારે એક વીડિયોમાં રેહાન સાથે વાત કરતી વખતે રાહુલ ગાંધી કહે છે, સામાન્ય રીતે જ્યારે આપણે દિવાળી ઉજવીએ છીએ ત્યારે આપણે એવા લોકો સાથે વાત નથી કરતા જે આપણા ઘરમાં ખુશીઓ લાવે છે. આજે મારે તેમની સાથે વાત કરવી છે અને તેમની સમસ્યાઓ જાણવી છે.
રાહુલ ગાંધીએ ઘરમાં કલર કામ કરતા શ્રમિકો સાથે કામ પણ કર્યું હતું.આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે તેમના હાથમાં પણ બળતરા થઈ રહી છે.આ કામ દેખાય છે એટલું સરળ નથી.
જ્યારે રાહુલ ગાંધી કુંભારો સાથે દીવા બનાવવાનો પ્રયાસ કર્યો હતો.આ દરમિયાન તેઓ દીવા બનાવતી મહિલાઓ સાથે વાત કરે છે.તેઓ પોતે દીવો બનાવે છે અને કુંભાર અમ્મા સાથે વાત કરે છે.રાહુલ ગાંધીએ કહ્યું કે હું જાણું છું કે હું સારું કામ નથી કરી રહ્યો અને આ માટે ત્રણ મહિનાનો કોર્સ કરવો પડશે. આટલું કહીને તેઓ હસવા લાગે છે. આ દરમિયાન કુંભાર અમ્મા રાહુલ ગાંધીને પોતાનો દીકરો કહે છે.
રાહુલ ગાંધીએ આ તમામ તસવીરો પોતાના સોશિયલ મીડિયા ચેનલ પર શેર કર્યા હતા.ઉલ્લેખનીય છે કે અગાઉ રાહુલ ગાંધીએ મોચી તેમજ વાળંદના ત્યાં વિતાવેલી પળોનાં ફોટો વિડીયો વાયરલ થયા હતા.