રાહુલ ગાંધીનું નિવેદન, "RSSનો ઉદ્દેશ્ય દેશની વિવિધ સંસ્કૃતિઓ અને ઇતિહાસનો નાશ કરવાનો છે"

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા ડ્રાફ્ટ નિયમોનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે ભાજપ સમગ્ર દેશમાં RSSના એજન્ડાને લાગુ કરવા માગે છે.

New Update
a

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા ડ્રાફ્ટ નિયમોનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે ભાજપ સમગ્ર દેશમાં RSSના એજન્ડાને લાગુ કરવા માગે છે. તેઓ એક વિચાર, એક ઇતિહાસ અને એક ભાષા લાદવા માગે છે.

Advertisment

રાહુલે કહ્યું, 'RSSનો ઉદ્દેશ્ય દેશની વિવિધ સંસ્કૃતિઓ અને ઇતિહાસનો નાશ કરવાનો છે. તેઓ બંધારણ પર હુમલો કરીને પોતાના વિચારો લાદવા માગે છે.'રાહુલે કહ્યું કે દરેક રાજ્યની પોતાની ભાષા, સંસ્કૃતિ અને ઇતિહાસ હોય છે. ભારત આ લોકોથી બનેલું છે. તમિલ લોકોનો પોતાનો ઇતિહાસ અને પરંપરા છે. આવા નિયમો લાવવા એ તમિલનાડુ સહિત દરેક રાજ્યનું અપમાન છે, જ્યાં RSS શાસન કરવા માગે છે.કોંગ્રેસે UGCના નવા નિયમોને સરમુખત્યારશાહી અને બંધારણ વિરોધી ગણાવ્યા અને તેમને તાત્કાલિક પાછા ખેંચવાની માગ કરી.હકીકતમાં, DMK એ દિલ્હીના જંતર-મંતર પર UGCના નવા નિયમોનો વિરોધ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ સહિત ઘણા વિપક્ષી નેતાઓએ ભાગ લીધો હતો.

Advertisment