New Update
ઉત્તર પ્રદેશના વૃંદાવન નજીક એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. રાજસ્થાનના સુરતગઢ પાવર પ્લાન્ટ માટે કોલસો લઇ જતી માલગાડીના 25 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
મિડીયા રિપોર્ટ અનુસાર આગ્રા ડિવિઝનના ડિવિઝનલ રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે પાટા પરથી ઉતરી જવાને કારણે ત્રણ લાઈનો પરનો રેલવ્યવહાર ખોરવાઈ ગયો હતો. ટ્રેનને પાટા પરથી ઉથલાવવાના પ્રયાસોની અગાઉ બનેલી કેટલીક ઘટનાઓ સાથે આ ઘટનાના સંબંધ અંગે અધિકારીએ કહ્યું કે પાટા પરથી ઉતરવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે રેલવે સ્ટાફ અવરોધિત માર્ગોને ક્લિયર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.પોલીસ અધિકારીએ મિડીયાને જણાવ્યું હતું કે રેલવેની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. કોઈ જાનહાનિ થઈ નથી.
Latest Stories