New Update
/connect-gujarat/media/media_files/S6vWPBgqRGkk0qhEGrpX.png)
ભારતીય રિઝર્વ બેંકને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ગુરુવારે બપોરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર એક ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. આ ઈમેલ રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો હતો અને તેમાં રિઝર્વ બેંકને ઉડાવી દેવાની વાત કરવામાં આવી હતી.
આ ઘટના અંગે મુંબઈ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ હતી અને એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધીને ત્વરિત તપાસ શરૂ કરી હતી.નવેમ્બરમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના કસ્ટમર કેર વિભાગને ધમકીભર્યો ફોન આવ્યો હતો. આ કોલ રિઝર્વ બેંકના કસ્ટમર કેર નંબર પર કરવામાં આવ્યો હતો, ફોન પર તે વ્યક્તિએ કહ્યું હતું કે, 'હું લશ્કર-એ-તૈયબાનો સીઈઓ છું.' ધમકી આપનાર વ્યક્તિએ પાછળનો રસ્તો બંધ કરો, ઇલેક્ટ્રિક કાર ખરાબ થઈ ગઈ છે તેમ કહીને ફોન કટ કરી દીધો હતો.
Latest Stories