Connect Gujarat
દુનિયા

રશિયા-યુક્રેન "યુદ્ધ" : યુક્રેનમાં ભારતીય દૂતાવાસ નજીક રશિયાનો મોટો હુમલો, રાતભર થઈ બોમ્બવર્ષા

ગત મંગળવારે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન રશિયન દળોએ રાજધાની કિવમાં ભારતીય દૂતાવાસ નજીક મુખ્ય ટીવી ટાવરને નિશાન બનાવ્યું હતું

રશિયા-યુક્રેન યુદ્ધ : યુક્રેનમાં ભારતીય દૂતાવાસ નજીક રશિયાનો મોટો હુમલો, રાતભર થઈ બોમ્બવર્ષા
X

ગત મંગળવારે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન રશિયન દળોએ રાજધાની કિવમાં ભારતીય દૂતાવાસ નજીક મુખ્ય ટીવી ટાવરને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં 5 લોકોના મોત થયા છે, જ્યારે ઘણી બધી ટીવી ચેનલોનું પ્રસારણ પ્રભાવિત થયું છે.

તા. 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા રશિયા અને યુક્રેન વચ્ચેના આ યુદ્ધનો આજે સાતમો દિવસ છે. આ 7 દિવસોમાં રશિયાએ યુક્રેન પર અવારનવાર અનેક મિસાઈલો છોડી છે. આ હુમલાઓથી યુક્રેન લગભગ તબાહ થઈ ગયું છે, પરંતુ હજુ પણ રશિયા કે યુક્રેન ઝૂકવા તૈયાર નથી. ગતરોજ બેલારુસમાં બન્ને દેશો વચ્ચે વાતચીત થઈ હતી. પરંતુ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નહોતો. હાલમાં રશિયન સેનાએ યુક્રેનના અનેક સ્થળોએ વિસ્ફોટ કર્યા છે. યુક્રેનમાં ચાલી રહેલા મિસાઈલ હુમલામાં હજારો લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા છે. તો બીજી તરફ યુક્રેનમાં ઠંડી સમસ્યામાં વધારો કરી રહી છે. યુક્રેનની સ્થિતિને જોતા મોટી સંખ્યામાં લોકો સ્થળાંતર કરી રહ્યા છે. અડધા મિલિયનથી વધુ લોકો EU દેશો અથવા અન્ય કોઈ દેશમાં આશ્રય લઈ રહ્યા છે. જોકે, યુક્રેનમાં ભારતીય દૂતાવાસ નજીક રશિયાનો મોટો હુમલો થયો હતો, જ્યારે રાતભર અનેક શહેરોમાં બોમ્બવર્ષા પણ થઈ હતી.

Next Story