/connect-gujarat/media/media_files/2025/02/27/pblhzAUDTeOKjMshMEsJ.jpg)
મહારાષ્ટ્રના પૂણેના સ્વારગેટ બસ સ્ટેન્ડ ખાતે વહેલી સવારે શિવશાહી બસમાં 26 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. ગુનાહિત રેકોર્ડ ધરાવતા 36 વર્ષીય ફરાર આરોપી દત્તાત્રય રામદાસ ગાડેને પકડવા પોલીસની 13 ટીમ બનાવવામાં આવી છે.
પુણેમાં સ્વારગેટ બસ સ્ટેન્ડમાં એક નરાધમે 26 વર્ષીય મહિલાને બસમાં લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું,ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસતંત્ર દોડતું થઇ ગયું હતું.આ નરાધમ યુવતીને વાતોમાં ભોળવીને બસમાં લઇ જતા સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયો હતો.
આ બનાવ પ્રકાશમાં આવ્યા બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ટીમ ડોગ સ્કવોડ તપાસ માટે પહોંચી ગઇ હતી.પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે શંકાસ્પદ દત્તાત્રય રામદાસ ગાડે ઉ.વ. 36 વિરુદ્ધ ચોરી અને ચેન સ્નેચિંગના કેસ નોંધાયેલા છે. સ્વારગેટ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમના સૌથી મોટા બસ જંકશનમાનું એક છે.
આરોપી દતાત્રય રામદાસ ગાડે વિરુદ્ધ શિરુર, શિકારપુર અને સ્વારગેટ પોલીસ સ્ટેશનમાં પહેલાથી જ ગુનાહિત કેસ નોંધાયેલા છે. સ્વારગેટ પોલીસ સ્ટેશનમાં ખિસ્સાકાતરૂનો કેસ નોંધવામાં આવ્યો હતો. હાલમાં પૂણે ક્રાઈમ બ્રાન્ચની 13 ટીમો આરોપીને શોધી રહી છે અને એક ડોગ સ્ક્વોડ પણ મોકલવામાં આવી છે.