આંધ્ર પ્રદેશના મંદિરમાં સર્જાઈ કરુણાંતિકા
વેંકટેશ્વર મંદિરમાં નાસભાગથી દુર્ઘટના સર્જાઈ
કાર્તિક માસની એકાદશીના અવસરે ઉમટી હતી ભીડ
ભાગદોડમાં નવ લોકોએ ગુમાવ્યા જીવ અન્ય ઈજાગ્રસ્ત
CM એન.ચંદ્રાબાબુ નાયડુએ વ્યક્ત કર્યો શોક
આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ થતા 10 લોકોનાં મોત થયા છે. તેમજ અન્ય લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા કાશિબુગ્ગા વેંકટેશ્વર મંદિરમાં શનિવારે સવારે દર્શન દરમિયાન મચેલી નાસભાગમાં 9 શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે મોટી સંખ્યામાં લોકો ભગવાન વેંકટેશ્વરના વાર્ષિક ઉત્સવમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. મંદિરમાં અચાનક ભીડ વધી જવાના કારણે અફરાતફરી મચી ગઈ હતી. જેના કારણે ઘણા લોકો દબાઈ ગયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કાર્તિક માસની એકાદશીના પાવન અવસરે મંદિરમાં દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકઠી થઈ હતી, જેના કારણે આ દુર્ઘટના બની હતી. પ્રાથમિક જાણકારી અનુસાર, મંદિરના પ્રવેશદ્વાર પાસે અચાનક ભીડ વધી ગઈ હતી. આ ભીડને કારણે લોકોમાં અફરાતફરી મચી ગઈ અને ભાગદોડની પરિસ્થિતિ ઊભી થઈ હતી. આ ભાગદોડમાં લોકો નીચે પડી ગયા અને અન્ય લોકો તેમના પર ચઢતા ગયા, જેમાં કારણે 9 લોકો મૃત્યુ પામ્યા અને અનેક ઘાયલ થયા હતા.
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રાબાબુ નાયડુ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો.અને X પર પોસ્ટ કરીને ઘટનાને આઘાતજનક ગણાવી હતી.