Connect Gujarat
દેશ

તેલંગાણામાં ભયાનક અકસ્માત, બસમાં આગ લાગતા મહિલા જીવતી સળગી, બારીના કાચ તોડીને મુસાફરો બહાર કૂદી પડ્યા.!

તેલંગાણાના જોગુલામ્બા ગડવાલ જિલ્લામાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો.

તેલંગાણામાં ભયાનક અકસ્માત, બસમાં આગ લાગતા મહિલા જીવતી સળગી, બારીના કાચ તોડીને મુસાફરો બહાર કૂદી પડ્યા.!
X

તેલંગાણાના જોગુલામ્બા ગડવાલ જિલ્લામાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક ખાનગી બસમાં લાગેલી આગમાં એક મહિલા જીવતી સળગી ગઈ હતી અને અન્ય ચાર મુસાફરો ઘાયલ થયા હતા. આ ઘટના હૈદરાબાદ-બેંગલુરુ નેશનલ હાઈવે પર એરાવલ્લી ઈન્ટરસેક્શન નજીક રાત્રે 2.30 વાગ્યે બની હતી.

હૈદરાબાદથી ચિત્તૂર જઈ રહેલી ખાનગી ટ્રાવેલ કંપનીની વોલ્વો બસ પલટી ગઈ અને આગ લાગી. બસમાં 40-50 મુસાફરો હતા. જ્યારે બસમાં આગ લાગી ત્યારે લગભગ તમામ મુસાફરો બારીઓ તોડીને બહાર કૂદી પડ્યા હતા.

તે જ સમયે, એક મહિલા આગની જ્વાળાઓમાં ફસાઈ ગઈ અને બળીને ખાખ થઈ ગઈ. આ અકસ્માતમાં ચાર મુસાફરોને પણ ઈજા થઈ હતી. તેમાંથી ત્રણને ગડવાલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ચોથાને હૈદરાબાદ ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. તમને જણાવી દઈએ કે બસ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. પોલીસને આશંકા છે કે ડ્રાઈવર ગાડી ચલાવતી વખતે ઝોંકુ આવી ગયું હતું જેના કારણે અકસ્માત થયો હતો. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

Next Story