મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરી ઝિરવાલે આજે મંત્રાલયના ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી. જોકે, મંત્રાલયમાં લગાવવામાં આવેલી નેટના કારણે તેમનો જીવ બચી ગયો હતો. જાણવા મળ્યા મુજબ ઝિરવાલ એસટી ક્વોટામાં ધનગર સમુદાયના સમાવેશનો વિરોધ કરી રહ્યા છે. નરહરી ઝિરવાલ એનસીપીના અજિત પવાર જૂથના વિધાન સભ્ય છે.
ઝિરવાલે ST ક્વોટામાં ધનગર સમુદાયને અનામત આપવાના વિરોધમાં મંત્રાલયના ત્રીજા માળેથી કૂદકો માર્યો હતો, જેને કારણે ભારે અરાજકતા સર્જાઈ ગઈ હતી. જોકે, મંત્રાલયમાં નેટ લગાવી હોવાથી તેઓ નેટ પર પડ્યા હતા, જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો.હાલમાં તેઓને મંત્રાલયમાં જ તબીબી પરીક્ષણ માટે રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.