સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ત્રણ નવા જજની નિમણૂક પર મોહર લગાવી

સુપ્રીમ કોર્ટના કોલેજિયમે મંગળવારે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ત્રણ વકીલના નામની ભલામણ પર મંજૂરી આપવામાં આવી છે.

supreme
New Update

સુપ્રીમ કોર્ટના કોલેજિયમે મંગળવારે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ત્રણ વકીલના નામની ભલામણ પર મંજૂરી આપવામાં આવી છે.

મુખ્ય ન્યાયાધીશ અને અન્ય બે જસ્ટિસથી બનેલા કોલેજીયમે સંજય જયેન્દ્ર ઠાકરદીપ્તેન્દ્ર નારાયણ રાય અને મૌલિક જીતેન્દ્ર શેલતની નિમણૂક પર મોહર લગાવી હતી.

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે અન્ય બે વરિષ્ઠ સાથી જજો સાથે પરામર્શ કરીને જજ તરીકે નિમણૂક માટે આ ત્રણ વકીલોના નામની ભલામણ કરી હતી. હાઇકોર્ટ માટે નવા જજોની નિમણૂક માટે ચાર જજો માંથી ત્રણ જજોએ નિમણૂક અંગે હકારાત્મક અભિપ્રાય આપ્યો છે, જ્યારે અન્ય એક જજે કોઇ અભિપ્રાય વ્યક્ત કર્યો નથી.

ગુજરાત હાઈકોર્ટમાં 52 જજોની મંજૂરી છે,જે હાલમાં 29 જજો સાથે કાર્યરત છેજેમાં 23ની ખાલી જગ્યા છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ત્રણ વકીલના નામની ભલામણ પર મંજૂરી આપવામાં આવી છે.

  

#CGNews #India #Gujarat High Court #Supreme Court #sealed #appointment #new judges
Here are a few more articles:
Read the Next Article