ઉત્તર પ્રદેશ : નોઇડામાં સર્જાઈ મોટી દુર્ઘટના, બિલ્ડિંગની લિફ્ટ ધરાશાહી થતાં 4 લોકોના મોત…..

ગ્રેટર નોઈડામાં શુક્રવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક નિર્માણાધીન બિલ્ડીંગની લિફ્ટ પડતાં અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા.

New Update
ઉત્તર પ્રદેશ : નોઇડામાં સર્જાઈ મોટી દુર્ઘટના, બિલ્ડિંગની લિફ્ટ ધરાશાહી થતાં 4 લોકોના મોત…..

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં શુક્રવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક નિર્માણાધીન બિલ્ડીંગની લિફ્ટ પડતાં અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થળ પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો. તે જ સમયે, આ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બિસરખ પોલીસ સ્ટેશન વિસ્તારના ગૌર સિટી પાસે બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. દરમિયાન લિફ્ટ અચાનક નીચે પડી ગઈ હતી. આ અકસ્માત બાદ સ્થળ પર અરેરાટી ફેલાઈ ગઈ હતી. અન્ય કામદારો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બિસરખ પોલીસ સ્ટેશન વિસ્તારના ગૌર સિટી પાસે આમ્રપાલી બિલ્ડરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. દરમિયાન લિફ્ટ અચાનક નીચે પડી ગઈ હતી. આ અકસ્માત બાદ સ્થળ પર અરેરાટી ફેલાઈ ગઈ હતી. અન્ય કામદારો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તે જ સમયે કોઈએ સ્થાનિક પોલીસને પણ આ અંગે જાણ કરી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, ડોક્ટરોની ટીમ સારવારમાં લાગેલી છે.

Latest Stories