ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ગુરુવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં મુનસ્યારીના હોકરા વિસ્તારમાં શ્રદ્ધાળુઓથી ભરેલી એક જીપ ઉંડી ખીણમાં ખાબકી હતી. આ ભયાનક માર્ગ અકસ્માતમાં અત્યાર સુધીમાં 9 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યારે બે લોકો લાપતા છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન માટે ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જીપ લગભગ 600 મીટર ઉંડી ખીણમાં ખાબકી છે.સી પ્રાપ્ત માહિતી અનુસાર, તમામ શ્રદ્ધાળુઓ બાગેશ્વર જિલ્લાના શામાથી હોકરા મંદિરમાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની જીપ બેકાબૂ થઈને ખીણમાં ખાબકી હતી. જે બાદ મોટી સંખ્યામાં આસપાસના લોકોને એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મૃત્યુઆંક હજુ પણ પણ વધી શકે છે.
ઉત્તરાખંડ : પિથોરાગઢમાં શ્રદ્ધાળુઓથી ભરેલી જીપ ખીણમાં ખાબકતાં 9 લોકોના દુઃખદ મોત, 2 લોકો લાપતા
ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ગુરુવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે.
New Update