સરકારી કાર્યક્રમોમાં હવે 'વંદે માતરમ્' અનિવાર્ય : રાષ્ટ્રગીત બાદ તમામ 6 છંદ વગાડવા પડશે

આ નવા નિયમો અનુસાર, હવે તમામ સરકારી કાર્યક્રમો, શાળાઓ અને મહત્વના આયોજનોમાં રાષ્ટ્રગાન 'જન ગણ મન' ની જેમ જ 'વંદે માતરમ્' વગાડવું અને ગાવું અનિવાર્ય રહેશે.

New Update
vndre

કેન્દ્ર સરકારે 'વંદે માતરમ્' ને લઈને બુધવારે સવારે એક મોટી જાહેરાત કરતા નવી માર્ગદર્શિકા (Guidelines) જાહેર કરી છે. આ નવા નિયમો અનુસાર, હવે તમામ સરકારી કાર્યક્રમો, શાળાઓ અને મહત્વના આયોજનોમાં રાષ્ટ્રગાન 'જન ગણ મન' ની જેમ જ 'વંદે માતરમ્' વગાડવું અને ગાવું અનિવાર્ય રહેશે.

નવી ગાઇડલાઇનની મુખ્ય વિગતો:

  • સન્માન: જ્યારે પણ 'વંદે માતરમ્' વગાડવામાં આવે, ત્યારે તમામ લોકોએ રાષ્ટ્રગાનની જેમ જ સાવધાનની મુદ્રામાં ઊભા રહીને તેને સન્માન આપવું પડશે.

  • 6 છંદોનું ગાન: સૌથી મોટો ફેરફાર એ છે કે હવે આ ગીતના તમામ 6 છંદ વગાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 1937માં કોંગ્રેસે વિવાદને કારણે છેલ્લા 4 છંદ હટાવી દીધા હતા, જેને હવે મૂળ સ્વરૂપમાં પાછા લાવવામાં આવ્યા છે.

  • સમયગાળો: સંપૂર્ણ 6 છંદો સાથેનું આ ગીત અંદાજે 3 મિનિટ 10 સેકન્ડ લાંબું હશે.

  • ક્યાં લાગુ થશે?: સરકારી કચેરીઓ, શાળાઓ, પદ્મ પુરસ્કાર જેવા નાગરિક સન્માન સમારોહ, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના આગમન-પ્રસ્થાન સમયે તેમજ ધ્વજવંદન વખતે આ નિયમ લાગુ પડશે.

  • ક્યાં મુક્તિ?: સિનેમા હોલમાં ફિલ્મો દરમિયાન આ નિયમ લાગુ પડશે નહીં.

ઐતિહાસિક સંદર્ભ અને ફેરફાર

બંકિમચંદ્ર ચેટર્જીએ 1875માં 'વંદે માતરમ્' લખ્યું હતું, જે પાછળથી તેમના પુસ્તક 'આનંદમઠ'માં પ્રકાશિત થયું. આ ગીતના છેલ્લા છંદોમાં દેવી દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતીનો ઉલ્લેખ હોવાથી 1937માં મુસ્લિમ સભ્યોની આપત્તિ બાદ માત્ર પહેલા બે છંદોને જ સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યા હતા. હવે સરકાર આ ગીતને તેની મૂળ શક્તિ અને સંપૂર્ણતા સાથે જાહેર જીવનમાં સ્થાપિત કરવા માંગે છે.


સંપૂર્ણ 6 છંદ

  1. પ્રથમ છંદ: 

    वन्दे मातरम्।सुजलां सुफलां मलयजशीतलाम्।शस्यशामलां मातरम्।शुभ्रज्योत्स्नापुलकितयामिनीं।फुल्लकुसुमितद्रुमदलशोभिनीं।सुहासिनीं सुमधुर भाषिणीं।सुखदां वरदां मातरम्।।वन्दे मातरम्।।

  2. બીજો છંદ: 

    वन्दे मातरम्। कोटि-कोटि-कण्ठ-कल-कल-निनाद-कराले।कोटि-कोटि-भुजैर्धृत-खरकरवाले।अबला केन मा एत बले।बहुबलधारिणीं नमामि तारिणीं।रिपुदलवारिणीं मातरम्।।वन्दे मातरम्।।

  3. ત્રીજો છંદ: 

    वन्दे मातरम्। तुमि विद्या, तुमि धर्म।तुमि हृदि, तुमि मर्म।त्वं हि प्राणाः शरीरे।बाहुते तुमि मा शक्ति।हृदये तुमि मा भक्ति।तोमारई प्रतिमा गडि।मन्दिरे-मन्दिरे मातरम्।।वन्दे मातरम्।।

  4. ચોથો છંદ: 

    वन्दे मातरम्। त्वं हि दुर्गा दशप्रहरणधारिणी।कमला कमलदलविहारिणी।वाणी विद्यादायिनी।नमामि त्वाम्।नमामि कमलां अमलां अतुलां।सुजलां सुफलां मातरम्।।वन्दे मातरम्।।

  5. પાંચમો છંદ: 

    वन्दे मातरम्। श्यामलां सरलां सुस्मितां भूषितां।धरणीं भरणीं मातरम्।शत्रु-दल-वारिणीं।मातरम्।।वन्दे मातरम्।।

  6. છઠ્ઠો છંદ: 

    वन्दे मातरम्। त्वं हि शक्ति, त्वं हि शक्ति।त्वं हि शक्ति मातरम्।वन्दे मातरम्।।

Latest Stories