Connect Gujarat
દેશ

આ સમયે મારા માટે મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ જ મુશ્કેલ: PM Modi

દેશભરમાં 22 જાન્યુઆરીને લઈને લોકોમાં ઉત્સાહ છે. ભગવાન રામ અયોધ્યામાં તેમના ભવ્ય મહેલમાં નિવાસ કરવા જઈ રહ્યા છે.

આ સમયે મારા માટે મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ જ મુશ્કેલ: PM Modi
X

દેશભરમાં 22 જાન્યુઆરીને લઈને લોકોમાં ઉત્સાહ છે. ભગવાન રામ અયોધ્યામાં તેમના ભવ્ય મહેલમાં નિવાસ કરવા જઈ રહ્યા છે. શ્રી રામ માત્ર દેશના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના કરોડો લોકો માટે આદર્શ છે. ભલે ભગવાન રામ અને માતા સીતાના વૈવાહિક જીવનમાં ઘણી અડચણો આવી, આજે પણ જ્યારે આદર્શ જીવનસાથીના ઉદાહરણની વાત આવે છે ત્યારે ઘણા લોકો શ્રી રામનું નામ લે છે. અને આ દિવસને લોકો ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરી રહ્યા છે. ત્યારે રામ મંદિરને લઈને વડાપ્રધાન મોદી ભાવ વિભોર બન્યા છે, અને સતત આજથી 11 દિવસ અનુષ્ઠાન કરશે

અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક સમારોહ પહેલા પીએમ મોદીનું ઓડિયો ક્લિપ સામે આવી છે, પીએમએ કહ્યું કે હવે રામ મંદિરના અભિષેક સમારોહમાં માત્ર 11 દિવસ બાકી છે અને હું ભાગ્યશાળી છું કે હું પણ આ શુભ અવસરનો સાક્ષી બનીશ.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આ સમયે મારા માટે મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ મેં મારા તરફથી પ્રયાસ કર્યો છે. વડા પ્રધાને કહ્યું કે રામ મંદિરનો અભિષેક મારા માટે ભાવનાત્મક સમય છે. આ સાથે પીએમે કહ્યું કે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાનના યજ્ઞ માટે વ્યક્તિએ પોતાનામાં દિવ્ય ચેતના જાગૃત કરવી પડે છે. આ માટે ઉપવાસ અને કડક નિયમો નક્કી કરવામાં આવ્યા છે અને હું નાસિકની પંચવટીથી અનુષ્ઠાન કરવા જઈ રહ્યો છું.

Next Story