રામનવમી નિમિત્તે પશ્ચિમ બંગાળમાં બે સ્થળોએ હિંસા,પથ્થરમારો અને આગચંપીના બનાવ

રામ નવમી નિમિત્તે પશ્ચિમ બંગાળમાં બે સ્થળોએ હિંસા થઈ હતી. મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા શહેરમાં મસ્જિદ પાસે જુલૂસ કાઢવામાં આવ્યા બાદ બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી.

New Update
રામનવમી નિમિત્તે પશ્ચિમ બંગાળમાં બે સ્થળોએ હિંસા,પથ્થરમારો અને આગચંપીના બનાવ

રામ નવમી નિમિત્તે પશ્ચિમ બંગાળમાં બે સ્થળોએ હિંસા થઈ હતી. મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા શહેરમાં મસ્જિદ પાસે જુલૂસ કાઢવામાં આવ્યા બાદ બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન બોમ્બ વિસ્ફોટની પણ માહિતી મળી હતી.

મેદિનીપુરના ઇગ્રામાં પણ બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી અને આગચંપી કરવામાં આવી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, હિંસામાં અત્યાર સુધીમાં 18 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જેમાં બે સગીર, એક મહિલા અને કેટલાક પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

Latest Stories