/connect-gujarat/media/post_banners/90a0d51f7d06b80b2b62a3b17a4bf6a99659596039bee16d2d6e4d2f46b6bdbf.jpg)
જમ્મુ-કાશ્મીરમાં સતત હિમવર્ષાના કારણે વિવિધ વિસ્તારોમાં બરફની ચાદર પથરાયેલી જોવા મળી છે. આ સાથે જ કાશ્મીરમાં ઘણા પ્રવાસન સ્થળોએ સીઝનનો પહેલો સ્નો-ફોલ થઈ રહ્યો છે, જ્યારે અહીના સ્થાનિકો અને ગુજરાતી પ્રવાસીઓની મજા બેવડી બની હતી.
ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં ઉત્તરી અને ઉત્તર-પશ્ચિમી પવન ફૂંકાતા ઠંડી વધળાની શક્યતા છે. ઉપરાંત શીત લહેરથી અતિ શીત લહેર જળવાય રહી શકે છે, ત્યારે હિમાચ્છાદિત કાશ્મીરના અનેક વિસ્તારોમાં રવિવારના રોજ નવેસરથી હિમવર્ષા થઈ હતી. શ્રીનગરમાં 3થી 4 ઇંચ બરફ પડ્યો હતો, જ્યારે દક્ષિણ કાશ્મીરના કાઝીગંદમાં 9 ઈંચ સુધી બરફના થર જામ્યા હતા. કાશ્મીરના અનેક વિસ્તારોમાં તાપમાન માઈનસ 5.9 ડિગ્રીથી માઈનસ 1.5ડિગ્રી નોંધાયું હતું. જોકે, સતત હિમવર્ષાના કારણે જમ્મુ-કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં બરફની ચાદર પથરાયેલી જોવા મળી છે. આ સાથે જ ગુલમોહર, બેલગામ, સોનમાર્ગ, કુફરી, મનાલી અને ઔલીમાં સીઝનનો પહેલો સ્નો-ફોલ થતાં પ્રવાસીઓની મજા બેવડી બની હતી, ત્યારે અહી રહેતા સ્થાનિકો અને ગુજરાતના ભરૂચથી કાશ્મીર ફરવા માટે ગયેલા પ્રવાસીઓએ પોતાના મોબાઈલ કેમેરામાં હિમવર્ષાના વિડિયોને કેદ કરી જીવનભરની યાદોમાં સમાવી લીધા હતા. તો કનેક્ટ ગુજરાતના માધ્યમથી જુઓ કાશ્મીરમાં થયેલી હિમવર્ષાનો અદભૂત નજારો...