Connect Gujarat
દેશ

કારગિલ દિન શહીદ જવાનો ને શ્રદ્ધાસુમન અર્પીને વિજય દિવસ મનાવાયો

કારગિલ દિન શહીદ જવાનો ને શ્રદ્ધાસુમન અર્પીને વિજય દિવસ મનાવાયો
X

રક્ષા પ્રધાન મનોહર પારિકરે શહીદ વીરો ને આપી સલામી

ભારતે જુલાઈ 1999 માં પાકિસ્તાન પર કારગિલ યુદ્ધ માં જીત મેળવી હતી અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 26 જુલાઈ ના દિવસને કારગીલ વિજય દિવસ જાહેર કર્યો હતો.

e6220b97-cea9-451e-9624-7fd943a65058

વર્ષ 1999 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે કારગિલ યુદ્ધ થયું હતું તેમાં ભારતે 26 જુલાઈ ના રોજ વિજય પ્રાપ્ત કર્યો હતો.આ દિવસે ભારતીય સેના એ પાકિસ્તાની ઘુસપેઠિયો દ્વારા હડપ કરવામાં આવેલ મુખ્ય ચોંકીઓ પર વિજય પ્રાપ્ત કરી લીધો હતો,અને 60 દિવસ સુધી કારગિલ યુદ્ધ માં ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાન ને મુંહતોડ જવાબ આપ્યો હતો,26 મી જુલાઈ એ વિજય પ્રાપ્ત કર્યો હતો.

આ યુદ્ધ માં ભારત ના 527 જેટલા સૈનિકો એ પોતાના પ્રાણો ના બલિદાન આપીને વીરગતિ ને પ્રાપ્ત થયા હતા,અને શહીદ જવાનો ની યાદ માં કારગિલ દિવસ મનાવવા માં આવે છે.

512957-kargil

દિલ્હીના ઇન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતિ પર રક્ષા મંત્રી મનોહર પરિકર, થલસેના ના પ્રમુખ દલવીરસિંહ સુહાગ,નૌસેના પ્રમુખ સુનિલ લાંબા અને વાયુસેના ના પ્રમુખ અરૂપ રાહા એ શહીદો ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ ટવીટ કરીને વીરશહીદ જવાનો ને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

Untitled 5 Untitled6

Next Story