ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સન્યાસ

36

ભારતને ૨૦૧૧નો ક્રિકેટ વર્લ્ડકપ જિતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર યુવરાજસિંહ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરાઈ હતી. મુંબઈ ખાતે એક હોટલમાં પત્રકાર પરિષદ યોજી યુવરાજસિંહે પોતાની ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હોવાની જાહેરાત કરી હતી.

પત્રકાર પરિષદ દરમિયાન યુવરાજસિંહે પોતાના ક્રિકેટ કેરિયર વિષે પત્રકારો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે, મેં મારા પિતાનું સ્વપ્ન સાકાર કર્યું છે. ક્રિકેટ લાઈફમાં મારા માટે ઘણા ઉતાર ચઢાવ સામે આવ્યા હતા. જો કે, આ તમામ ઉતાર ચઢાવ સામે મેં ક્યારે પણ હાર માની નથી. વધુમાં તેઓએ પોતાની માતા તેમના માટે સદાય તાકાત બની રહી છે તેવું પણ સંબોધન કર્યું હતું.

વર્ષ ૨૦૦૨માં નૈરોબીમાં સૌરવ ગાંગુલીની કેપ્ટનશિપ હેઠળ યુવરાજસિંહે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. કેન્યા સામે ડેબ્યુ કરતા વન ડેમાં બેટિંગ કરવાનો મોકો મળ્યો ન હતો. યુવીએ પોતાની છેલ્લી વનડે મેચ બે વર્ષ પહેલા ૩૦ જૂન ૨૦૧૭માં વેસ્ટઇન્ડિંજ સામે મરી હતી. યુવરાજ સિંહનો ટીમ ઇન્ડીયાના ગણાનાપાત્ર ખેલાડીઓમાં સમાવેશ થાય છે. જેમણે વન ડે અને ટી-૨૦માં જબદસ્ત પ્રદર્શન કર્યું હતું. જો કે, ટેસ્ટ મેચોમાં તેમનું પ્રદર્શન સરેરાશ રહ્યું હતું. યુવીએ દેશ માટે ૩૦૪ વન ડે રમીને ૮૭૧૦ રન બનાવ્યા હતા. તેમણે ૧૪ સદી ફટકારી હતી. વન ડે ક્રિકેટમાં યુવરાજના નામની ૧૧૧ વિકેટ પણ નોંધાયેલી છે. જ્યારે ટી-૨૦માં યુવરાજે ૫૮ મેચ રમીને ૧૧૭ રન બનાવ્યા હતા. ટી-૨૦માં તેમના નામે ૮ અડધી સદી છે. ટી-૨૦માં તેમણે ૨૮ વિકેટ લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં યુવતાજનું શાંત રહ્યું હતું. તેમણે ૪૦ ટેસ્ટ રમીને ૧૯૦૦ રન બનાવ્યા હતા. તેમણે ૩ સદી ફટકારી છે.

ક્રિકેટ જગતમાંતી તેઓના સન્યાસ લેવા માટે કહેવામાં આવી રહ્યું છે કે, ભારતના સર્વશ્રેષ્ઠ વન ડે ક્રિકેટરમાંના એક એવા યુવરાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી આઈસીસીથી માન્યતા પ્રાપ્ત વિદેશી ટી-૨૦ લીગમાં ફ્રિલાન્સ કેરિયર બનાવવા માટે સંન્યાસની જાહેરાત કરી છે. બીસીસીઆઈના એક અધિકારીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, યુવરાજસિંહ આંતરરાષ્ટ્રીય અને પ્રથમ શ્રેણીના ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત અંગે વિચારી શકે છે. તે જીટી-૨૦ (કેનેડા) અને આયર્લેન્ડ તેમજ હોલેન્ડ યૂરો ટી-૨૦ સ્લેમ ટૂર્નામેન્ટમાં રમવા માટે પણ વિચાર કરી રહ્યો છે. હાલ તેમને આ લીગમાં રમવા માટે પણ ઓફર મળી રહી છે.

LEAVE A REPLY