-
શહેરની સરથાણા પોલીસને મળી છે મોટી સફળતા
-
ડુપ્લીકેટ વિજિલન્સ PSIની કરી લેવાય છે ધરપકડ
-
PI, PSI તરીકે ઓળખ આપી કરતો હતો છેતરપિંડી
-
કેટલા લોકો પાસેથી રૂપિયા પડાવ્યાનું સામે આવ્યું
-
આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય
સુરત શહેરની સરથાણા પોલીસે ડુપ્લીકેટ વિજિલન્સ પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, સુરત શહેરની સરથાણા પોલીસે ડુપ્લીકેટ વિજિલન્સ પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ધરપકડ કરી છે. જેમાં રોનક કોઠારી નામના ઇસમે 2 લોકોને છોડાવવા માટે નકલી PSI બની ભલામણ કરી હતી. વર્ષ 2017થી આ શખ્સ વિજિલન્સનો PI, PSI અને IBના PI તરીકે પણ ઓળખ આપી છેતરપિંડી કરતો હતો. આ શખ્સે 3 જેટલા લોકો પાસેથી કામ કરી આપી ભલામણ કરવા બાબતે રૂપિયા પડાવ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તો બીજી તરફ, આરોપી રોનક કોઠારીએ કેટલા લોકોને ધમકાવી રૂપિયા પડાવ્યા છે કે, કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે, ત્યારે હાલ તો સરથાણા પોલીસે આરોપી રોનક કોઠારીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.