Connect Gujarat
દેશ

IPL 2017 પુણે માંથી ધોનીને સુકાની પદેથી હટાવાયો

IPL 2017 પુણે માંથી ધોનીને સુકાની પદેથી હટાવાયો
X

મહેન્દ્રસિંહ ધોનીને આ વર્ષની IPL -10 માં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટના સુકાની પદેથી હટાવી દેવામાં આવ્યા છે, અને તેના સ્થાને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથને કપ્તાન પદ સોંપવામાં આવ્યુ છે.

હાલમાં જ ટીમ ઇન્ડિયાના વન-ડે અને ટી-20 ના કપ્તાન પદેથી ધોનીએ રાજીનામુ આપ્યા બાદ હવે 5 એપ્રિલ 2017 થી શરુ થનાર IPL માં પુણેની ટીમના કેપ્ટન પદેથી પણ તેને હટાવી દેવામાં આવ્યો છે.

આ અંગે પુણે સુપરજાયન્ટ ના માલિક સંજીવ ગોયન્કાએ જણાવ્યુ હતુ કે ધોની એક સારો કપ્તાન છે પરંતુ ટીમને એક યંગ ટીમ ને ફિટ રાખવા માટે એક યંગ કપ્તાનની જરૂર છે એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને ધોનીએ પણ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

IPL ની પહેલી મેચ 5 એપ્રિલના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે રમાશે અને ફાઇનલ મેચ પણ આજ સ્ટેડિયમમાં 21 મે ના રોજ રમવામાં આવશે.

આ IPL માં દેશના અલગ અલગ 10 જગ્યાઓ પર 47 દિવસ સુધી રમવામાં આવશે જેમાં પ્રત્યેક ટીમ કુલ 14 મેચ રમશે.

Next Story