Connect Gujarat
દેશ

ISROએ કર્યું GSAT-11 સેટેલાઈટનું સફળ લોન્ચિંગ, ઈન્ટરનેટની સ્પીડ વધારવામાં થશે મદદરૂપ

ISROએ કર્યું GSAT-11 સેટેલાઈટનું સફળ લોન્ચિંગ, ઈન્ટરનેટની સ્પીડ વધારવામાં થશે મદદરૂપ
X

ભારતીય સમય પ્રમાણે મોડી રાતે 2.07 AM અને 3.23 AM વચ્ચે લોન્ચ કરવામાં આવ્યો.

ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરો દ્વારા બનાવેલ અત્યાર સુધીના સૌથી વજનદાર સેટેલાઈટ GSAT-11ને સફળતા પૂર્વક લોન્ચ કરી દેવાયું છે. આજે પાંચમી ડિસેમ્બરના રોજ યુરોપિયન સ્પેસ એજન્સી ફેન્ચ ગયાનાના એરિયાનસ્પેસના એરિયાને-૫ની મદદથી ૫૮૫૪ કિલોગ્રામના આ સેટેલાઈટને લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતીય સમય પ્રમાણે મોડી રાતે 2.07 AM અને 3.23 AM વચ્ચે લોન્ચ કરવામાં આવ્યો છે. આ એક કોમ્યુનિકેશન સેટેલાઈટ છે જે દેશમાં ઈન્ટનેટની સ્પીડ વધારવામાં મદદરૂપ થશે.

GSAT-11ને પહેલાં 25 મેના રોજ સ્થાપિત કરવાનો હતો પરંતુ ઈસરોએ વધુ ટેક્નોલોજી સામેલ કરવાની વાત કરીને તેના લોન્ચિંગના કાર્યક્રમમાં ફેરફાર કર્યા હતા. આ સેટેલાઈટ એટલો મોટો છે કે તેનો પ્રત્યેક સોલર પેનલ ચાર મીટર કરતા પણ વધારે લાંબો છે. પહેલા આ સેટેલાઈટને આ વર્ષની શરૂઆતમાં જ લોન્ચ કરવાનું હતું, પરંતુ સિસ્ટમમાં ટેક્નિકલ ખરાબીના કારણે ભારતીય સ્પેસ એજન્સીએ તેને ચેક કરવા માટે ફ્રેન્ચ ગયાનાથી એપ્રિલ મહિનામાં ભારત પરત મંગાવ્યુ હતું. આ નિર્ણય GSAT-6Aની નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. જો કે, એપ્રિલ મહિનાની આસ-પાસ જ GSAT-6A ઉપગ્રહ અનિયંત્રણ થઈ ગયો હતો.

Next Story