New Update
/connect-gujarat/media/media_files/2025/07/12/screenshot_2025-07-12-2025-07-12-09-18-00.jpg)
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા
ગત તારીખ-15મી જુનના રોજ અંકલેશ્વરના પ્રતિન ત્રણ રસ્તા નજીક આવેલ વેલકમ હોટલ પાછળ બંધ પડેલ સીને પ્લાઝા સિનેમા પાસે ભરૂચના ફાંટા તળાવ વૈરાગી વાડ ખાતે રહેતો દિનેશ કાંતિ વસાવા વિદેશી દારૂનું વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ પોલીસે દરોડા પાડયાં હતા.પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂના પાઉચ અને બોટલ મળી કુલ 64 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 13 હજારનો દારૂ અને ત્રણ વાહનો તેમજ ત્રણ ફોન મળી કુલ 98 હજારથી વધુના મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને ચાર ઇસમોને ઝડપી પાડયા હતા.જ્યારે અન્ય ત્રણ શાહરુખ અલ્લા રખા શેખ,આકાશ પટેલ અને પ્રતીક બીપીનચંદ કાયસ્થને વોન્ટેડ જાહેર કર્યા હતાં.પોલીસે આ પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ ભરૂચમાં રહેતો કુખ્યાત બુટલેગર નયન કાયસ્થના ભાઈ પ્રતીક બીપીનચંદ્ર કાયસ્થ અને આકાશ પટેલને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.