Connect Gujarat
ગુજરાત

જે.પી. કોલેજ ખાતે ભારતીય ઇન્સ્ટિટ્યુટ ઓફ મેટલ્સના ભરૂચ ચેપ્ટરનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

જે.પી. કોલેજ ખાતે ભારતીય ઇન્સ્ટિટ્યુટ ઓફ મેટલ્સના ભરૂચ ચેપ્ટરનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
X

ભારતીય ઇન્સ્ટિટ્યુટ ઓફ મેટલ્સે ભરૂચની જે.પી.કોલેજના સ્વામી અતુલનંદ ઓડિટોરિયમ ખાતે ૫૮માં કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું.

ભરૂચની જે.પી.કોલેજના સ્વામી અતુલાનંદજી ઓડીટોરીયમમાં ગતરોજ ભારતીય ઇન્સ્ટિટ્યુટ ઓફ મેટલ્સના ભરૂચ ચેપ્ટરનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો હતો.આ પ્રસંગે કલેકટર રવી કુમાર અરોરા કોલકત્તાના ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેટલ્સના જનરલ સેક્રેટરી કુશાલ શાહ,ભરૂચ આઈ.આઈ.એમ.ના ચેરમેન સંજય સરકાર, વાઈસ ચેરમેન મિતેશ શાહ તેમજ ઉદ્યોગ અગ્રણીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

આ ચેપ્ટર સ્થાનિક ઉદ્યોગો અને આ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક છે જે મેટલ ઉદ્યોગમાં નવીનતાનો લાભ લેવા માંગે છે. તેઓ માટે નવી તક ખોલશે. સંસ્થા વિદ્યાર્થીઓને ટેકો પૂરો પાડશે.

આ પ્રસંગે કલેકટર રવિ કુમાર અરોરાએ જણાવ્યું હતું કે "ભરૂચ પાસે આવા ઉદ્યોગો માટે ઘણી સંભાવના છે કારણ કે ઘણા ઉદ્યોગો અને મેટલ જીવનનો ભાગ છે.જો આવી પ્રવૃત્તિ શરૂ કરવામાં આવશે તો સરકાર શ્રેષ્ઠ ટેકો આપશે. "

Next Story