જામનગર: શિવ સ્વરૂ ભગવાન આશુતોષને સોનાની જનોઈ અર્પણ કરી તેની પૂજા અર્ચના કરવામાં આવી

New Update
જામનગર: શિવ સ્વરૂ ભગવાન આશુતોષને સોનાની જનોઈ અર્પણ કરી તેની પૂજા અર્ચના કરવામાં આવી

છોટીકાશી થી પ્રસિધ્ધ જામનગર માં 350 થી વધુ શિવાલયો આવેલા છે. ત્યારે આજ થી શરૂ થતાં પવિત્ર શ્રાવણ માસ માં સમગ્ર જામનગર નગરી શિવમય બની જશે. શિવ સ્વરૂ ભગવાન આશુતોષ ને સોનાની જનોઈ અર્પણ કરી તેની પૂજા અર્ચના કરવામાં આવી હતી

જામનગરના મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા પવિત્ર શ્રવણ માસ માં ચાંદીના બનાવેલા ભગવાન આશુતોષ મહાદેવ ને સુવર્ણ ની જનોઈ અર્પણ કરવામાં આવી હતી ધાર્મિક શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે જામનગર ના મેયર હસમુખભાઇ જેઠવા, સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન સુભાષભાઇ જોશી, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા અને મહામંત્રી વિમલભાઈ કગથરાએ ભગવાન આશુતોષ મહાદેવને સોનાની જનોઈ પહેરાવવામાં આવી હતી. સોના અને ચાંદી થી મઢેલી ભગવાનની આ પ્રતિમા સમગ્ર શ્રાવણમાસ દરમ્યાન ભક્તો ના ઘરે ઘરે પધરામણી કરશે અને શિવ શોભાયાત્રા માં પણ આજ પ્રતિમાની પાલખી પસાર કરવામાં આવે છે. તેવું મહાદેવ હર મિત્ર મંડળના ટ્રસ્ટી રાજુભાઇ વ્યાસે જણાવ્યુ હતું.

Latest Stories