/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-159.jpg)
રાજકોટ શહેરની પરિણિતા સાથે જામનગરના પ્રેમીએ ખંભાળા ગામની વીડીમાં લઇ જઇ મધરાત્રે દુષ્કર્મ આચરી છરી વડે કાન, નાક અને વાળ કાપી નાંખ્યાની ઘટના સામે આવી છે. તો સાથે જ પરિણીતા પાસે રહેલ બે લાખ રૂપિયાની લૂંટ ચલાવી નાસી છૂટ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવા શોધખોળ શરૂ કરી છે. ત્યારે હાલ પરિણીતા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ત્યારે પરિણીતાએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હુ લોધીકા તાલુકાના હરીપર પાળ ગામે રહું છું. મારે છેલ્લા ૭ વર્ષથી જામનગરના સલીમ નામના શખ્સ સાથે પ્રેમમાં છું. ત્યારે મેં અને મારા પ્રેમી ભાગી જવાનું નક્કી કર્યું હતું. જેથી મેં મારા છોકરાના ઘરે થી બે લાખની ચોરી કરી હતી. જે બાદ પૈસા લઈને હું મારા પ્રેમીને મળી હતી. ત્યારે સલીમેં મને પૈસા આપવાનું કહ્યું હતું. જે બાદ મેં પૈસા આપવાની ના પાડતા તેને મારી સાથે મારઝુડ શરૂ કરી હતી. જે બાદ સલીમે પોતાના નેફામાં રહેલ છરી વડે મારા કાન, નાક અને વાળ કાંપી નાખ્યા હતા.